છોટા ઉદેપુર: આદિવાસી આંદોલને ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ

લોકરક્ષક દળની ભરતીમાં રાઠવા સમાજના ઉમેદવારોને ઉચ્ચ મેરિટ હોવા છતાં પસંદગી ન કરાતા છોટાઉદેપુર જિલ્લામાં સમસ્ત આદિવાસી રાઠવા સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે આજે છોટાઉદેપુર જિલ્લાના રાઠવા સમાજની વસ્તી ધરાવતા તમામ વિસ્તારોમાં બંધની અસર જોવા મળી છે. બોડેલી પાસે વડોદરા-છોટાઉદેપુર ટ્રેનને રોકીને યુવાનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લામા બોડેલી હાલોલ રોડ પર આદિવાસી સમાજે લાકડીઓ અને ધારીયા વડે ઝાડો કાપીને રોડ પર ચક્કાજામ કર્યો હતો અને ટ્રેન રોકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું.

Trending news