જયંતી ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર છબીલ પટેલે કર્યું આત્મસમર્પણ

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુંશાળી હત્યાકાંડમાં મુખ્ય સૂત્રધાર છબીલ પટેલ પોલીસ સમક્ષ હાજર થઇ ગયો છે. જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારી હત્યા કરવાના કેસમાં છબીલ પટેલ પર હત્યાનું કાવતરૂ ઘડવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદથી તે વિદેશ ભાગી ગયો હતો. જોકે મોડી રાત્રે તે વિદેશથી પરત અમદાવાદ ફર્યો અને તે પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો.

Trending news