જૂનાગઢના કેશોદમાં સરપંચના પરિવારની દાદાગીરી, વીડિયો વાયરલ

જૂનાગઢના કેશોદના રંગપુર ગામના સરપંચના પરિવારજનની દાદાગીરી વીડિયો વાયરલ થયો છે. અરજદારને લાકડી લઈ ધમકાવતા હોવાનો વીડિઓ સામે આવ્યો છે. અરજદારને બીભત્સ ગાળો આપી હતી. મહિલા સરપંચ ઉર્મિલાબેન ભેટારિયાથી ગામના લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આધારકાર્ડની પૂછપરછ માટે અરજદાર ગયો હતો. સરપંચનો પૌત્ર ઉગ્ર બની અરજદારને લાકડીથી ધમકાવ્યો હતો. અરજદારે સરપંચની સહી કરાવવા અનેક વખત ધક્કા ખાધા છે. સહી કરવાના રૂ. 500 માંગ્યા હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે.

Trending news