ભક્તિ સંગમ: ગોમતી ઘાટમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને થશે મોક્ષની પ્રાપ્તિ

આમ તો જયા દ્વારકા ઘીસ જગત નો તાત બિરાજે તેવા દ્વારકા ધામ નાં જગત મંદિર ના 56પગથિયે આવેલ પવિત્ર ગોમતી નદી આવેલી છે ખળ ખળ વહેતી અને સમુદ્ર સાથે સંગમ કરતી આં ગોમતી ઘાટ પર ગુજરાત અને દેશ વિદેશ થી લોકો અહી પોતાના સ્વજન નાં મૃત્યુ બાદ તેમના અસ્થી વિસર્જન કરવા અહી આવે છે અને મૃતક સ્વજન ને મોક્ષ ની પ્રાપ્તિ અર્થે આહી આવે છે તેમ શ્રાદ્ધ નાં માસ માં તેમજ બારે માસ અહી પિંડ દાન કરવા લોકો આવે છે. બ્રહ્મણ પાસે વિધિવિધાન થી પૂજા બાદ પિંડ દાન કરી લોકો પોતાના પિતૃ ઓ ને મોક્ષ મળે તે માટે તેઓ ગોમતી સ્નાન કરી ભગવાન વિષ્ણુ એટલે કે દ્વારકા ઘીસ નાં દરસન કરી આં પુન્પ્રાપ્ત કરે છે.માટે મુક્તિ અને મોક્ષ નું આં પરમ વિષ્ણુ ધામ દ્વારિકા માં ભાદરવા માસ માં પિતૃ તર્પણ માટે શેષઠ માનવામાં આવે છે.અહી ગોમતી નદી ના નારાયણ ઘાટ પર પિંડ દાન નું મહત્વ રહેલું છે.

Trending news