આખા ભારતમાં ભાઇબીજની ભવ્ય ઉજવણી

આજે કારતક મહિનાનો બીજો દિવસ એટલે કે ભાઈ બીજનો તહેવાર. ભાઈ બીજનો તહેવાર એ રક્ષાબંધનના તહેવારની જેમ ભાઈ અને બહેન સાથે સંકળાયેલ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસ બહેન ભાઈને પોતાને ઘેર ભોજન માટે આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે. ભાઈબીજનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોવા, પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં વધારે લોકપ્રિય છે. પૌરાણિક કથા મુજબ, યમુનાને યમરાજાના બહેન માનવામાં આવે છે અને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા એવી માન્યતા છે.

Trending news