થરાદ અને વાવમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા કરા પડ્યા

સરહદી વિસ્તાર સુઇગામ, થરાદ અને વાવમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અચાનક આવેલા પલટાના કારણે સુઇગામ ,વાવ અને થરાદ પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતી પેદા થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદનાં કારણે ખેડૂતો કફોડી સ્થિતી પેદા થઇ છે. તેઓ ચોમાસુ પાક તો લઇ શક્યા નથી. પરંતુ હવે શિયાળુ પાકને પણ કમોસમી વરસાદના કારણે નુકસાન થાય તેવી સ્થિતી પેદા થઇ છે.

Trending news