બોટાદ: યુવતીને પામવા માટે આર્મી જવાને કરી હત્યા

"એક ફૂલ દો માલી" આ કહેવત પ્રમાણે બોટાદમાં એક જ પ્રેમિકા ના બે પ્રેમીઓ ના કારણે એકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, અને જેને હત્યા કરી તે જ જ પોતાનો ગુનો છુપાવવા તેને હોસ્પિટલ લઈ ગયો હતો. જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે, હત્યારો એક આર્મી જવાન હતો. બોટાદના બોડી ગામના યુવાન વિપુલ ચતુરભાઈ ધલવાનીયાની કોઈ અજાણ્યા શખ્સોએ ઘાતકી હથિયારો વડે ગંભીર ઈજાઓ પહોંચાડતા યુવકને ગંભીર હાલતે બોટાદના પાળીયાદ હોસ્પિટલમાં લાવવાના આવ્યો હતો. જ્યા ફરજ પર હાજર ડોકટર્સે તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.

Trending news