LRD પેપર લિક કૌભાંડ : વધુ એક આરોપી સુરેશ પંડ્યા ઝડપાયો, Video

એલઆરડી પેપરલિકમાં ગાંધીનગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં સુરેશ પંડ્યા નામનો આરોપી ઝડપાયો છે. આ અગાઉ આ કૌભાંડમાં સંડોવાયેલા અનેક આરોપીઓ પકડાયા છે. ત્યારે હવે સુરેશ પંડ્યાને પકડવામાં પોલીસને સફળતા મળી છે. પેપર લિક કૌભાંડમાં સુરેશ પંડ્યાનો મહત્વનો રોલ હતો. તે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કહેવાય છે. તો પેપર ફોડનારી ગેંગનો સૂત્રધાર અશ્ચિન શર્માનો ખાસ મિત્ર પણ છે. સુરેશ પંડ્યા નરોડા વિસ્તારમા રહે છે. તેણે ઉમેદવારોને રૂપિયા વેચીને પેપર આપ્યું હતું.

Trending news