સ્કૂલવાન કે મોતવાહિની: જુઓ ઝી 24 કલાકનો વિશેષ અહેવાલ

અમદાવાદમાં સ્કૂલ વાનમાંથી બાળક પડી જવાની ઘટના બાદ ગુજરાતનું આરટીઓ તંત્ર મોડે મોડે જાગ્યું છે. આ ઘટનાને પગલે આરટીઓ પોલીસે અમદાવાદ, સુરત અને વડોદરામાં ડ્રાઈવ હાથ ધરી છે અને મોટાપાયે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સવારથી જ આરટીઓ પોલીસ વિવિધ વિસ્તારોમાં તૈનાત થઈને સ્કૂલ વાન અને રીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ ભરવામાં આવી રહ્યા છે તેનું ચેકિંગ કરી રહી છે. તો બીજી તરફ, ZEE 24 કલાકના રિયાલિટી ચેકમાં સ્કૂલ વાનના ચોંકાવનારા દ્રશ્યો કેદ થયાં હતા.

Trending news