માતા પિતાની ફરિયાદ બાદ અમદાવાદ પોલીસે શરૂ કરી યુવતીઓની શોધખોળ
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આપણી ચેનલ ઝી 24 કલાકને મોટી ખબર મળી રહી છે. પોલીસે બંને યુવતીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે. આશ્રમમાં રહીને પોલીસે યુવતીઓ સાથે વિડીયો કોલિંગથી વાત કરી. મોટી યુવતી વિદેશમાં ત્રિનિદાદ હોવાનો ખુલાસો થયો છે. નંદિતા નામની બીજી યુવતીએ પોલીસને આશ્વાસન આપ્યું છે કે, જે કામની જવાબદારી સાથે નિકળી છું તે પૂર્ણ કર્યા બાદ અમદાવાદ આવી નિવેદન આપીશ. પોલીસ FIR નોંધ્યા પછીની તપાસ પ્રકીર્યા આગળ વધારી છે.