છેલ્લા 24 કલાકમાં જામનગરમાં 7 ઇંચ વરસાદ

રાજ્યના 216 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામનગરમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે સુરતના માંગરોળ તાલુકામાં અનરાધાર વરસાદના પગલે કિમ નદી બે કાંઠે થતા નદી પર આવેલા લો લેવલ બ્રિજ ડૂબ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં 3 ઇંચ, ચોર્યાસીમાં 3 ઇંચ, કામરેજમાં 3.75 ઇંચ, માંડવીમાં 3 ઇંચ, મહુવામાં 1.25 ઇંચ, માંગરોળમાં 3.75 ઇંચ, ઓલપાડમાં 4.20 ઇંચ, પલસાણામાં 2 ઇંચ, ઉમરપાડામાં 3 ઇંચ, સુરત શહેરમાં 3.55 ઇંચ નોંધાયો છે.

Trending news