પાણીની શોધમાં સિંહોનું ટોળુ સીમમાં આવી પહોંચ્યું, Video

કેતન બગડા/અમરેલી : ગરમી માત્ર માણસોને જ નથી લાગતી. માણસો તો પંખા અને એસીમાં ઠંડક મેળવી લે છે, પણ પ્રાણીઓનું શું. ગરમીનો પારો વધતા ગીરના રાજા સિંહો અકળાયા છે. દિવસ દરમ્યાન 6 સિંહોનું ટોળું લોકી અને જુનાસાવરની સીમમાં આવી ચઢ્યું હતું. હકીકતમાં તડકાના કારણે પરેશાન થયેલા 6 સિંહો પાણીની શોધમાં છેક શેત્રુંજી નદી નજીક પહોંચી ગયા હતા. જાણવા મળ્યુ છે કે, બે દિવસ અગાઉ પણ ચાર સિંહો પાણીની શોધમાં અહીં આવ્યા હતા. ત્યારે સીમમાં આવેલા સિંહના ટોળાના દ્રશ્યોને સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. પાણી અને ઠંડકની શોધમા આ સિંહો વિહાર કરી રહ્યા હોય તેવું લોકોનું માનવુ છે.

Trending news