કમલેશ તિવારી હત્યાકાંડમાં સુરતના 3 લોકોની ધરપકડ
હિન્દુ સમાજ પાર્ટીના નેતા અને પૂર્વ હિન્દુ મહાસભાના સભ્ય કમલેશ તિવારીની 18 ઓક્ટોબર શુક્રવારના રોજ લખનઉમાં ધોળા દિવસે ધાતકી હત્યા થઈ જતા ચકચાર મચી છે. તેમનું ગળું કાપીને ત્યારબાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન ટ્રોમા સેન્ટરમાં તેમનું મોત નિપજ્યું હતું. આ મામલે સુરત ક્રાઈમ બ્રાંચ અને ATSએ કુલ 3 લોકોની ધરપકડ કરી છે અને તમામ આરોપીઓને અમદાવાદ લવાયા છે. સુરતના લિંબાયત વિસ્તારમાંથી રશીદ, મોહસિન અને ફૈઝલની ધરપકડ કરવામાં આવી છે. આ હત્યાકાંડનું સુરત કનેક્શન અત્યંત ચોંકાવનારું સાબિત થઈ રહ્યું છે. હિન્દુવાદી નેતા કમલેશ તિવારીના હત્યારાઓએ સુરતમાંથી મીઠાઈ ખરીદી હતી. આ હત્યારાઓએ મીઠાઈના બોક્સમાં ચાકૂ અને તમંચો છૂપાવ્યા હતાં. પોલીસે આ મામલે શુક્રવારે મોડી રાતે સુરતમાંથી 7 શંકાસ્પદોની અટકાયત કરી હતી. ત્યારબાદ તેમની પૂછપરછ કરાઈ. જેમાંથી 3 લોકોની ધરપકડ થઈ છે.