100 ગામ 100 ખબર: જુઓ ગામેગામથી સમાચાર

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થયો છે. જો કે પ્રથમ દિવસે જ રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન અંદાજપત્ર રજુ કરે તે અગાઉ કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જો કે પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસનાં ધારાસભ્યો દ્વારા કૃષીમંત્રીને 2019નાં કમોસમી વરસાદ અને સહાય મુદ્દે ઘેરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસીનેતાઓએ દાવો કર્યો કે ખેડૂતોને કુલ 25 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું તેની સામે માત્ર 1229 કરોડ રૂપિયાની જ સહાય ચુકવવામાં આવી છે. બીજી તરફ સરકાર ખેડૂતની આવક બમણી કરવાના દાવાઓ કરે છે.

Trending news