YouTube Online Store ટૂંક સમયમાં થશે લોન્ચ, ચાલી રહી છે ધમાકેદાર તૈયારીઓ
કહેવામાં આવી રહ્યું છે કે યૂટ્યૂબની પ્લાનિંગ સેટેલાઇટ ટીવીવાળા યૂઝર્સને સબ્સક્રિપ્શન આધારિત વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ (Subscription Based Video Streaming Service) પર લાવવાની છે. પોતાના ઓનલાઇન સ્ટોરની લોન્ચિંગ બાદ YouTube, Roku અને Apple જેવી કંપનીઓ આ યાદીમાં આવશે.
Trending Photos
YouTube Online Store Coming Soon: યૂટ્યૂબ (YouTube) ટૂંક સમયમાં ઓનલાઇન સ્ટોર લોન્ચ કરવા જઇ રહ્યો છે. સામે આવેલા સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ અનુસાર યૂટ્યૂબના ઓનલાઇન સ્ટોર લોન્ચનો દાવો કરવામાં આવ્યો છે. YouTube નો ઓનલાઇન સ્ટોર સ્ટ્રીમિંગ વીડિયો માટે લોન્ચ કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર YouTube તેના માટે મોટી એન્ટરટેનમેન્ટ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. તો બીજી તરફ YouTube ના આ ઓનલાઇન સ્ટોરનું નામ "Channel Store" રાખવામાં આવશે. સમાચાર છે કે યૂટ્યૂબ પોતાના આ ઓનલાઇન સ્ટોર માટે ગત 18 મહિનાથી સતત કામ કરી રહી છે. જોકે તેની જાણકારી પહેલીવાર સામે આવી છે. આ ઉપરાંત YouTube એ આ જાણકારી પર અત્યાર સુધી સત્તાવાર રીતે કંઇ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
YouTube ની યોજના
કહેવામાં આવી રહ્યું છે કે યૂટ્યૂબની પ્લાનિંગ સેટેલાઇટ ટીવીવાળા યૂઝર્સને સબ્સક્રિપ્શન આધારિત વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ (Subscription Based Video Streaming Service) પર લાવવાની છે. પોતાના ઓનલાઇન સ્ટોરની લોન્ચિંગ બાદ YouTube, Roku અને Apple જેવી કંપનીઓ આ યાદીમાં આવશે. કારણ કે રોકુ અને એપલ પાસે પહેલાંથી જ સબ્સક્રિપ્શન આધારિત વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ છે.
YouTube ની Shopify ની સાથે પાર્ટનશિપ
આ અઠવાડિયાની શરૂઆતમાં જ New York Times ના રિપોર્ટમાં આ કહેવામાં આવ્યું હતું કે Walmart પણ વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસમાં એન્ટ્રી કરવાનું પ્લાનિંગ કરી રહી છે. તેના માટે વોલમાર્ટ ઘણી મીડિયા કંપનીઓનો સંપર્ક કરી રહી છે. તો બીજી તરફ ગત મહિને YouTube એ કેનેડાની ઇ-કોમર્સ કંપની Shopify સાથે પાર્ટનરશિપની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ કંટેટ ક્રિએટર્સને યૂટ્યૂબ પર જ પોતાની પ્રોડક્ટ વેચવા માટે તક આપાવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ ભાગીદારીનો ફાયદો લગભગ બે અરબ યૂઝર્સને થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે