પોણો કલાક બચાવવા માટે જીંદગી દાવ પર લગાવી, જાણો કેવી રીતે મૂકબધિરે બચાવી 18 લોકોની જીંદગી

નદીની વચ્ચે જ્યારે હોડી પલટી ખાઇ ગઇ તો મૂકબધિર બૂમો પાડવા લાગ્યો. જ્યારે મદદ માટે કોઇ ન પહોંચ્યું તો ત્યારે તે દોડતો દોડતો ઘટનાસ્થળથી 400 મીટર દૂર સ્થિત મરકા પોલીસ સ્ટેશન પહોંચ્યો. ત્યાંથી પોલીસ અને લોકો ભાગીને ઘાટ પર પહોંચ્યા.

પોણો કલાક બચાવવા માટે જીંદગી દાવ પર લગાવી, જાણો કેવી રીતે મૂકબધિરે બચાવી 18 લોકોની જીંદગી

11 ઓગસ્ટના દિવસે 3 વાગે બાંકાના મરકા ઘાટ પર જ્યારે હોડી ડૂબી ત્યારે ઘાટ પર એક વ્યક્તિ તેને જોઇ રહ્યો હતો. તે મોબાઇલ વડે વીડિયો બનાવી રહ્યો હતો અને આસપાસના લોકોને બોલાવવા માટે તૂટેલા અવાજમાં ચીસો પાડી રહ્યો હતો. તેનો ચીસો લોકો સુધી પહોંચી નહી તો તે ભાગીને પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ત્યાં જઇને ઘાટ તરફ દોટ મુકી. 

બૂમો પાડનાર વ્યક્તિ ગામનો જ મૂકબધિર હતો. 25 વર્ષનો મૂકબધીર ના તો બોલી શકે છે ના તો સાંભળી શકે છે. તે પોતાની વાતને બીજા લોકોને સમજાવવા માટે ઇશારાનો ઉપયોગ કરે છે. મૂકબધિર દ્રારા તે સમયની સ્થિતિને સમજવાનો પ્રયત્ન કર્યો. 

મૂકબધિર દરેક આવતી જતી હોડીનો વીડિયો બનાવતો હતો
ગામના લોકો કહે છે કે મૂકબધિર કોઇ કામ કરતો નથી. તે દરરોજ બપોરે મરકા ઘાટ પર જઇને બેસી જાય છે. ત્યાં તે વોટ્સએપ વીડિયો કોલ દ્વારા લોકો સાથે વાત કરતો હતો. ગુરૂવારે જ્યારે હોડી પર લગભગ 35 લોકો સવાર થઇને નિકળી રહ્યા હતા. ત્યારે મૂકબધિરે તેનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. હોડી લગભગ 500 મીટર અંદર ગઇ ત્યારે પણ મૂકબધિર વીડિયો બનાવી રહ્યો હતો. 

હોડી પલટી ખાઇ ગઇ તો મૂકબધિર બૂમો પાડતો પોલીસ સ્ટેશન પહોંચ્યો
નદીની વચ્ચે જ્યારે હોડી પલટી ખાઇ ગઇ તો મૂકબધિર બૂમો પાડવા લાગ્યો. જ્યારે મદદ માટે કોઇ ન પહોંચ્યું તો ત્યારે તે દોડતો દોડતો ઘટનાસ્થળથી 400 મીટર દૂર સ્થિત મરકા પોલીસ સ્ટેશન પહોંચ્યો. ત્યાંથી પોલીસ અને લોકો ભાગીને ઘાટ પર પહોંચ્યા. લગભગ 15 લોકો તરતા ઘાટ તરફ વધી રહ્યા હતા. ગામના લોકોએ તેમને કોઇપણ પ્રકારે બહાર કાઢ્યા. 

મૂકબધિરના વીડિયોએ પોલીસના દાવાને નકારી કાઢ્યો
મૂકબધિરે હોડી જતી વખતે વીડિયો બનાવ્યો હતો, તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે 30થી વધુ લોકો બેઠ્યા હતા. જ્યારે પોલીસના શરૂઆતી દાવામાં 20 લોકો જ હતા. અધિકારીઓએ જ્યારે વીડિયો જોયો ત્યારે દાવો બદલાઇ ગયો. 

અત્યાર સુધી 11 લાશો મળી
શનિવારે બપોર સુધી 11 લાશો મળી છે. એનડીઆરએફ ચીફ નીરજ મિશ્રાએ જણાવ્યું કે હવે ફક્ત 4 લોકો ગુમ છે. અમારી ટીમ તેમને પણ શોધી રહે છે. શનિવારે સવારે 5 ગુમ લોકોને પોલીસે પોલીસે તેમના ઘરેથી શોધી કાઢ્યા હતા.

શું હતી ઘટના
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના મરકા ક્ષેત્રમાંથી ફતેહપુર જિલ્લાના જરૌલી ઘાટ જઇ રહેલી એક હોડી બુધવારે યમુના નદીમાં ડૂબી જતાં 11 લોકોના મોત થયા છે. અને 4 લોકો ગુમ છે. બાંદા હોડી દુર્ઘટનામાં ગુમ લોકોને રેક્સ્યૂ કરવાનું કામ શુક્રવારે પણ કર્યું હતું. મરકામાં યમુનામાં નદી પાર કરતી વખતે હોડી પલટી ખાઇ જતાં દુર્ઘટના સર્જાઇ હતી. દુર્ઘટના સમયે ઘણા લોકો સવાર હતા. જેમાંથી 11 લોકોના મોત થયા છે જ્યારે 4 લોકો ગુમ છે. 

બાંદામાં 15 કિલોમીટર વધારાનું ચક્કર અને સમય બચાવવા માટે 'શોર્ટકટ' રસ્તો કાળ બની ગયો. લોકોએ પોતાનો પોણો કલાક બચાવવા માટે જીંદગી દાવ પર લગાવી દીધી. સ્થાનિક ગ્રામીણોના અનુસાર ઔગાસી ઘાટમાં યમુના નદી પર પુલ બનેલો છે. અવરજવર શરૂ છે, પરંતુ મર્કાના ઔગાસી ઘાટ પુલના રસ્તે અસોથર ગામ પહોંચવામાં લગભગ 15 કિલોમીટરનું વધારે ચક્કર કાપવું પડે છે. તેમાં લગભગ પોણો કલાક વધુ સમય લાગે છે. બીજી તરફ મર્કાથી અસોથર ગામ સુધી યમુના નદીના રસ્તે હોડી દ્વારા માત્ર 600 મીટરનું અંતર માત્ર 20 મિનિટમાં પુરૂ થઇ જાય છે. હોડી ચાલક તેનો ફાયદો ઉઠાવીને મનફાવે તેમ લોકોને બેસાડે છે. ગુરૂવારે અહીં શોર્ટકટ હોડી સવારને ભારે પડી ગયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news