Rajasthan Royals ના માલિકની શરમજનક હરકતનો ખુલાસો, આ પ્લેયરને ઝીંક્યા હતા 3-4 તમાચા
Rajasthan Royals: ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL) ના વિવાદો સાથે જૂનો સંબંધ છે, પરંતુ આ વખતે આઇપીએલ સાથે જોડાયેલી એક ઘટનાનો ખુલાસો થયો છે. જેને જાણીને તમે પણ ચોંકી જશો. આ વખતે દિગ્ગ્ગજ વિદેશી ખેલાડીએ આઇપીએલની ફ્રેંચાઇઝી રાજસ્થાન રોયલ્સના માલિકને ચોંકવનારો ખુલાસો કર્યો છે.
Trending Photos
Rajasthan Royals: ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL) ના વિવાદો સાથે જૂનો સંબંધ છે, પરંતુ આ વખતે આઇપીએલ સાથે જોડાયેલી એક ઘટનાનો ખુલાસો થયો છે. જેને જાણીને તમે પણ ચોંકી જશો. આ વખતે દિગ્ગ્ગજ વિદેશી ખેલાડીએ આઇપીએલની ફ્રેંચાઇઝી રાજસ્થાન રોયલ્સના માલિકને ચોંકવનારો ખુલાસો કર્યો છે. આ ખેલાડીએ તાજેતરમાં જ લખેલા પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે રાજસ્થાન રોયલ્સના માલિકે તેમને મેચ દરમિયાન ત્રણ-ચાર થપ્પડ લગાવી દીધી હતી.
આ ખેલાડીએ કર્યો મોટો ખુલાસો
ન્યૂઝિલેન્ડ ક્રિકેટ ટીમના ખતરનાક ખેલાડી રહી ચૂકેલા રોસ ટેલર (Ross Taylor) એ રાજસ્થાન રોયલ્સના માલિક દ્વારા થપ્પડ લગાવવાની એક મોટી ઘટનાનો ખુલાસો કર્યો છે. તેમના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. રોસ ટેલરે પોતાના પુસ્તકમાં જણાવ્યું કે 2011 માં મોહાલીમાં રાજસ્થાને કિંગ્સ ઇલેવન પંજાબ વિરૂદ્ધ મેચ રમી. મેચ દરમિયાન ઝીરો પર આઉટ થઇ ગયા હતા. આ વાત પર રાજસ્થાન રોયલ્સના માલિકે મને ત્રણ ચાર થપ્પડ લગાવી દીધી હતી. ભલે તેમને આ મજાકમાં કર્યું હતું. તેમણે મને કહ્યું કે હું તમને ઝીરો પર આઉટ થવા માટે મિલિયન ડોલર આપતો નથી. આમ કર્યા બાદ તે હસવા લાગ્યા. પરંતુ આઇપીએલ જેવા પ્લેટફોર્મ પર તમે આ પ્રકારની આશા રાખી ન શકો.
આઇપીએલમાં રમ્યા 50થી વધુ મેચ
રોસ ટેલર (Ross Taylor) ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL) માં ઘણી ટીમોનો ભાગ રહી ચૂક્યા છે. રોસ ટેલર (Ross Taylor) એ આઇપીએલમાં કુલ 55 મેચ રમાઇ છે. જેમાંથી તેમણે 25.43 ની સરેરાશથી 1017 રન બનાવ્યા છે. ઇન્ડીયન પ્રીમિયર લીગમાં તેમના બેટ વડે કુલ 3 ફિફ્ટી નિકળી છે. રોસ ટેલર (Ross Taylor) એ આ વર્ષે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે.
ન્યૂઝિલેન્ડના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક
રોસ ટેલર (Ross Taylor) એ વર્ષ 2006 માં ન્યૂઝિલેન્ડ માટે પોતાની પહેલી વનડે ઇન્ટરનેશનલ મેચ રમી હતી. તેના આગામી વર્ષે તેમણે પોતાની પ્રથમ ટેસ્ટ રમી. રોસ ટેલર (Ross Taylor) એ 112 ટેસ્ટ મેચોમાં 19 સદીની મદદથી 7,683 રન બનાવ્યા. ટેલરે 236 વનડે ઇન્ટરનેશનલ મેચોમાં 8,593 રન અને 102 ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં 19,09 રન બનાવ્યા. ટેલર દુનિયાનો એકમાત્ર ખેલાડી છે, જેમણે ત્રણેય ફોર્મેટમાં 100થી વધુ ઇન્ટરનેશનલ મેચ રમી છે. તેમણે આ વર્ષે એપ્રિલમાં નેધરલેન્ડના વિરૂદ્ધ પોતાની અંતિમ મેચ રમી હતી. રોસ ટેલરની આ મેચ ન્યૂઝિલેન્ડ માટે તેમની 450મી અને અંતિમ મેચ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે