Whatsapp માંથી પણ ડાઉનલોડ કરી શકો છો COVID 19 વેક્સીનેશન સર્ટિફિકેટ, જાણો કેવી રીતે?
COVID 19 વેક્સીનેશન સર્ટિફિકેટને COWIN Appના માધ્યમથી પણ ડાઉનલોડ કરી શકો છે, જે થોડું મુશ્કેલ થઈ શકે છે. પરંતુ Whatsappના માધ્યમથી તમે ક્ષણભરમાં વેક્સીનેશન સર્ટિફિકેટ (How To Download COVID 19 Vaccination Certificate)ને ડાઉનલોડ કરી શકો છો.
- COVID 19 મહામારીથી સમગ્ર દેશ જ નહીં, આખી દુનિયા ઝઝૂમી રહી છે
- વેક્સીનેશન સર્ટિફિકેટને COWIN Appના માધ્યમથી પણ ડાઉનલોડ કરી શકો છે
- Whatsappના માધ્યમથી તમે ક્ષણભરમાં વેક્સીનેશન સર્ટિફિકેટને ડાઉનલોડ કરી શકો છો
Trending Photos
નવી દિલ્હી: COVID 19 મહામારીથી સમગ્ર દેશ જ નહીં, આખી દુનિયા ઝઝૂમી રહી છે અને (COVID 19 Vaccination Certificate) એક લાંબા સમય પછી હવે ધીમે ધીમે પરિસ્થિતિ કાબૂમાં આવી રહી છે. હવે માર્કેટથી માંડીને બધુ નોર્મલ થઈ રહ્યું છે. જેની ક્રેડિટ વેક્સીનેશનને જાય છે. દેશમાં COVID 19 વેક્સીનેશન (COVID 19 Vaccination) અભિયાન હાલ દેશમાં જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. દેશના અમુક કાર્યાલય અને ઓફિસોમાં પણ COVID 19 વેક્સીનેશન પછી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. એવામાં જે લોકોએ વેક્સીનેશન (Covid 19 Vaccination certificate download) કરાવી લીધી છે તેની પાસે વેક્સીનેશન સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
COVID 19 વેક્સીનેશન સર્ટિફિકેટને COWIN Appના માધ્યમથી પણ ડાઉનલોડ કરી શકો છે, જે થોડું મુશ્કેલ થઈ શકે છે. પરંતુ Whatsappના માધ્યમથી તમે ક્ષણભરમાં વેક્સીનેશન સર્ટિફિકેટ (How To Download COVID 19 Vaccination Certificate)ને ડાઉનલોડ કરી શકો છો. આવો જાણીએ Whatsappના માધ્યમથી COVID 19 વેક્સીનેશન સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરશો.
જુઓ COVID 19 વેક્સીનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની સીધી સાદી પ્રોસેસ (COVID 19 Certificate)
1. Whatsapp ના મારફતે COVID 19 વેક્સીનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે તમારા ફોનમાં 9013151515 નંબર સેવ કરવો પડશે.
2. ત્યારબાદ Whatsapp એકાઉન્ટ (Whatsapp India) પર જઈને આ નંબરને ઓપન કરો. આ કોરોના વાઈરસ હેલ્પલાઈન નંબર છે, જેણે થોડા સમય પહેલા મિનિસ્ટ્રી ઓફ હેલ્થ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.
3. હવે ચેટમાં HI લખીને મોકલો, જેમાં તમારી પાસે અમુક વિકલ્પ મળશે. તેમાંથી સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનો વિકલ્પ પસંદ કરો.
4. તમે ઈચ્છો તો HI લખવાના બદલે સીધા Covid-19 certificate ટાઈપ કર્યા બાદ સેન્ડ કરી શકો છો.
5. ત્યારબાદ એક ઓટીપી નંબર જનરેટ થશે અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. ઓટીપીને ચેટ બોક્સમાં પોસ્ટ કરીને સેન્ડ કરો.
6. હવે તમારી પાસે એક મેસેજ આવશે, જેમાં Covid-19 certificate ડાઉનલોડ કરવા માટે 1 ટાઈપ કરવાનો વિકલ્પ મળશે. 1 ટાઈપ કર્યા બાદ સેન્ડ કર્યા પછી Whatsapp એકાઉન્ટ પર Covid-19 વેક્સીનેશન સર્ટિફિકેટ સેન્ડ કરી દેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે