108MP કેમેરા સાથે Xiaomi Mi 10s સ્માર્ટફોન 10 માર્ચે થશે લોન્ચ, મળશે દમદાર પ્રોસેસર
શાઓમી 10 માર્ચે પોતાનો નવો સ્માર્ટફોન Mi 10s લોન્ચ કરશે. ફોનમાં 108 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાની સાથે 33 વોટ ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર આપવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ Xiaomi Mi 10 સિરીઝ બેઠળ નવા સ્માર્ટફોન Mi 10s ની એન્ટ્રી થવાની છે. અહેવાલ અનુસાર આ ફોન ચીનમાં જલદી લોન્ચ થઈ શકે છે. ફોન રિઝર્વેશન માટે ચીનની ઈ-કોમર્સ વેબસાઇટ JD.com પર શનિવારે લિસ્ટ થઈ ગયો હતો. આ લિસ્ટિંગમાં ફોનના મોનિકરને દેખાડવામાં આવ્યો છે. આજે કંપનીએ કન્ફર્મ કરી દીધું કે તે Mi 10s ને ચીનમાં 10 માર્ચે લોન્ચ કરશે. આ સાથે કંપનીના સીઈઓ લી જૂને વીબો પર આ અપકમિંગ સ્માર્ટફોનના ત્રણ ખાસ ફીચરની જાણકારી આપી છે.
મળશે સ્નેપડ્રેગન 870 પ્રોસેસર
જૂને જણાવ્યુ કે, શાઓમીના આ નવા સ્માર્ટફોનમાં પ્રોસેસર તરીકે સ્નેપડ્રેગન 870 ચિપસેટ આપવામાં આવી છે. આ સિવાય ફોનમાં દમદાર સાઉન્ડ માટે Harmon Kardon ના સ્પીકર આપવામાં આવ્યા છે. ડિઝાઇનના મામલામાં તે પાછલા વર્ષે લોન્ચ થયેલ Mi 10 Ultra સ્માર્ટફોન જેવો રહેશે.
108MP કેમેરા અને 33 વોટ ફાસ્ટ ચાર્જિંગ
કંપનીએ આ અપકમિંગ સ્માર્ટફોનની જે પોસ્ટ શેર કરી છે, જેને જોઈને કહી શકાય કે ફોનમાં ચાર રિયર કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો છે. ફોનનો મોડલ નંબર M2012J2SC છે અને તેને ચીનમાં TENAA અને 3C એ સર્ટિફાઇ કપણ કરી દીધો છે. સર્ટિફિકેશન પ્રમાણે આ ફોનમાં 33 વોટ ફાસ્ટ ચાર્જિંગની સાથે 4680mAh બેટરી, 6.67 ઇંચની ડિસ્પ્લે અને એન્ડ્રોયડ 11 ઓએસ જેવા ફીચર મળશે.
Mi 10 5G ને મળતા આવે છે સ્પેસિફિકેશન
કેટલીક અફવાઓ પ્રમાણે ફોનમાં મળનાર બીજા સ્પેસિફિકેશન પાછલા વર્ષે લોન્ચ થયેલા Mi 10 5G જેવા હોઈ શકે છે. આ ફોનમાં 90Hz ના રિફ્રેશ રેટની સાથે 6.67 ઇંચની ફુલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્પેનડ્રેગન 865 પ્રોસેસરથી લેસ આ ફોનમાં ફોટોગ્રાફી માટે ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 108 મેગાપિક્સલના ક્રાઇમરી કેમેરાની સાથે એક 13 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ કેમેરા, એક 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને એક 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનને પાવર આપવા માટે 4780mAh ની બેટરી છે અને 33 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે