Xiaomiએ સસ્તા ભાવમાં લોન્ચ કર્યું પોતાનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો ખાસિયત


શાઓમીએ પોતાના બે સ્કૂટર 70mai A1 અને 70mai A1 Proને ચીનમાં લોન્ચ કર્યાં છે. 
 

Xiaomiએ સસ્તા ભાવમાં લોન્ચ કર્યું પોતાનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો ખાસિયત

નવી દિલ્હીઃ જાણીતી સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi) પોતાના ગ્રાહકોને હંમેશા ઓછા ભાવમાં સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવે છે. પરંતુ આ વખતે કંપની ગ્રાહકોને સસ્તા ઇલેક્ટ્રિક વ્હીકલની ભેટ આપવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શાઓમીની સહયોગી કંપની  70mai જલદી પોતાના બે નવા સ્માર્ટ ઇલેક્ટિર સ્કૂટર  70mai A1 અને 70mai A1 Pro ને માર્કેટમાં લોન્ચ કરશે. શાઓમી આ સ્કૂટરને ભારતીય માર્કેટમાં પણ લોન્ચ કરશે. 

મહત્વનું છે કે આ સ્કૂટરને ચીનમાં લોન્ચ કરી દેવામાં આવ્યા છે. ચીનમાં A1  સ્કૂટરની શરૂઆતી કિંમત આશરે 32 હજાર રૂપિયા છે, જ્યારે A1 Proની કિંમત આશરે 42 હજાર છે. તેના નામ અનુસાર સ્કૂટરની ડિઝાઇન પણ સ્માર્ટ ટેક્નોલોજી પર આધારિત છે. કંપનીએ બંન્ને સ્કૂટરોમાં XiaoAI સ્માર્ટ વોઇસ આસિસ્ટેન્ટ જેવા ફીચર આપ્યા છે. કંપની અનુસાર બંન્ને સ્કૂટરની ડિઝાઇન એક જેવી છે પરંતુ બેટરી સાઇઝ અને ફીચર્સના આધાર પર બંન્ને મોડલ એક-બીજાથી ્લગ છે. આ સ્કૂટરનું વજન માત્ર 55 કિલોગ્રામ છે. 

શાઓમીના સ્કૂટરમં બ્રશલેસ ડીસી મોટર અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે લિથિમય આયન બેટરી આપી છે જે ફુલ ચાર્જ થવામાં સાડા સાત કલાકનો સમય લે છે. કંપનીનો દાવો છે કે એક વાર ફુલ ચાર્જ થવા પર એ1 સ્કૂટર 60 કીલોમીટર જ્યારે A1 પ્રો સ્કૂટર 70 કિલોમીટર ચાલશે. જે તેની એક નેગેટિવ સાઇડ પણ છે. 

મહત્વનું છે કે બંન્ને સ્કૂટરમાં 6.86 ઇંચની સ્માર્ટ સેન્ટ્રલ કંર્ટોલ સ્ક્રીન છે, જેથી XiaoAI સ્માર્ટ વોઇસ કંટ્રોલ સપોર્ટ મળે છે. તે ટચ ડિસ્પ્લે અને વોઇસ કમાન્ડ સપોર્ટ કરે છે. આ સ્ક્રીનમાં ક્રૂજિંગ સ્પીડ, રિયલ ટાઇમમાં બેટરી પાવર, બિલ્ટ ઇન મ્યૂઝિક, રેડિયો એપ, કોલ રિમાઇન્ડર અને નેવિગેશન જેવી જાણકારીઓ મળે છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news