વિશ્વના સૌથી સસ્તા 5G ફોનનો પ્રથમ સેલ કાલે, જાણો કિંમત અને ખાસિયતો


રિયલમી V3મા 13 મેગાપિક્સલ પ્રાઇમરી, 2 મેગાપિક્સલ મેક્રો અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર વાળો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે.
 

વિશ્વના સૌથી સસ્તા 5G ફોનનો પ્રથમ સેલ કાલે, જાણો કિંમત અને ખાસિયતો

સ્ટોરી હાઇલાઇટ્સ

  • વિશ્વનો સૌથી સસ્તો 5G ફોન છે રિયલમી
  • 6.5 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે મળશે
  • ફોટોગ્રાફી માટે છે દમદાર કેમેરા સેટઅપ

નવી દિલ્હીઃ વિશ્વભરમાં મોટા ભાગના દેશ હાલના સમયમાં 5G કનેક્ટિવિટીને ડેવલોપ કરવામાં લાગેલા છે. વિશ્વભરમાં 5Gની માંગ અને તેના ઉપયોગમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં ઘણા 5G સ્માર્ટફોન લોન્ચ થયા છે. તેમાંથી મોટાભાગના હેન્ડસેટ ફ્લેગશિપ સ્માર્ટફોન હતા. 5G કનેક્ટિવિટીની સાથે ઘણી મિડ રેન્જ ફોન પણ લોન્ચ કરવામાં આવ્યા છે. ઘણા ફોનની કિંમત 200 ડોલરની આસપાસ છે. પરંતુ થોડા સમય પહેલા Realme એ 150 ડોલરથી ઓછી કિંમતની સાથે  Realme V3 ફોન પણ લોન્ચ કર્યો હતો. 

વિશ્વનો સૌથી સસ્તો 5G ફોન છે રિયલમી V3
રિયલમી V3 વિશ્વનો સૌથી સસ્તો 5G છે. કાલે આ ફોન પ્રથમવાર સેલ માટે ઉપલબ્ધ થશે. ચીનમાં આ ફોનને 999 યુઆન એટલે કે આશરે 10,777 રૂપિયામાં ખરીદી શકાશે. આ કિંમત ફોનના 6GB + 64GB વર્ઝનની છે. 6 જીબી રેમ તથા 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વર્ઝનની કિંમત 1399 ચીની યુઆન (આશરે 15,.000 રૂપિયા) અને 8 જીબી રેમ તથા 128 સ્ટોરેજ વર્ઝનની કિંમત 1599 ચીની યુઆન (આશરે 17100 રૂપિયા) છે. ફોન બ્લૂ અને સિલ્વર કલરમાં આવે છે અને ચીનમાં પ્રી-બુકિંગ માટે ઉપલબ્ધ છે.

Reliance Jio Fiber vs Airtel Xstream: અનલિમિટેડ ડેટા વાળો બેસ્ટ પ્લાન  

મળે છે 8GB સુધી રેમ
રિયલમી વી3 એન્ડ્રોયડ 10 બેસ્ડ રિયલમી યૂઆઈ પર ચાલે છે. ફોનમાં 6.5 ઇંચ એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 720x1600 પિક્સલ છે. તેમાં મીડિયાટેક ડાઇમેન્સિટી 720  પ્રોસેસર અને 8 જીબી સુધી રેમ આવે છે. ફોનમાં 128 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ મળે છે. 

રિયલમી V3: કેમેરા
રિયલમી V3મા 13 મેગાપિક્સલ પ્રાઇમરી, 2 મેગાપિક્સલ મેક્રો અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર વાળો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોન ભારતમાં લોન્ચ વિશે કંપનીએ હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news