WhatsApp: ગ્રુપ ચેટ્સ માટે એક નવા ફિચર પર કામ કરી રહી છે કંપની, જાણો તેના વિશે
WABetaInfo એ આ ફીચર વિશે જણાવતાં કહ્યું કે જેમકે તમે કોઇ ગ્રુપમાં મેંશન કરવામાં આવશે, ગ્રુપ સેલમાં એક નવો બૈજ એડ થઇ જશે. અત્યારે કોઇપણ યૂઝરને ગ્રુપ ચેટ્સમાં ટેગ કરવામાં આવતાં વોટ્સએપ તરફથી નોટિફિકેશન આપવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હી: WhatsApp ગ્રુપ ચેટ્સ માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. એંડ્રોઇડના વોટ્સએપ (WhatsApp) ના લેટેસ્ટ વર્જનમાં 'મેંશન બૈજ' આપવામાં આવ્યું છે. જે ગ્રુપ ચેટ્સમાં જોવા મળશે.
આ ફીચર એંડ્રોઇડ માટે વોટ્સએપ (WhatsApp) બીટા એપના 2.21.3.13 અપડેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. WABetaInfo ના રિપોર્ટ અનુસાર આ યૂઝર્સને અત્યાર સુધી જોવા મળી રહ્યા નથી. હાલ કંપની આ ફીચર પર કામ કરી રહી છે અને તેને ભવિષ્યમાં જાહેર કરી શકે છે.
WABetaInfo એ આ ફીચર વિશે જણાવતાં કહ્યું કે જેમકે તમે કોઇ ગ્રુપમાં મેંશન કરવામાં આવશે, ગ્રુપ સેલમાં એક નવો બૈજ એડ થઇ જશે. અત્યારે કોઇપણ યૂઝરને ગ્રુપ ચેટ્સમાં ટેગ કરવામાં આવતાં વોટ્સએપ તરફથી નોટિફિકેશન આપવામાં આવે છે.એવામાં આ ફીચરનું એક્સટેંશન ગણવામાં આવે છે.
રિપોર્ટમાં એક નવા સ્ટિકર પૈકને લોન્ચ કરવાને લઇને પણ જાણકારી આપી છે. Taters n Tots નામના સ્ટિકર પેકને એંડ્રોઇડ યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે.
ઇંટ્રેસ્ટેડ યૂઝર્સ કોઇપણ ચેટ ચેટ પર જઇને સ્ટિકર આઇકોન પર ક્લિક કરી શકે છે. ત્યારબાદ નવું સ્ટિકર પેક ડાઉનલોડ કરવા માટે ‘+’ સિલેક્ટ કરી શકો છો. આ સ્ટિકર પેકની યાદી સૌથી પહેલાં જોવા મળશે.
તમને જણાવી દઇએ કે વોટ્સએપ માટે એક સ્ટિકર શોર્ટકટ પર કામ કરી રહ્યું છે. નવા સ્ટિકર શોર્ટકટ ચેટબારમાં જોવા મળશે. તેનાથી ચેટ બારમાં ટાઇપ કરવામાં આવેલા કોઇ વર્ડ અથવા ઇમોજી માટે વોટ્સઅપ સંબંધિત સ્ટિકર બતાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે