Glacier burst: ઉત્તરાખંડમાં ફસાયેલા લોકોની મદદ માટે સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

ઉત્તરાખંડમાં થયેલી દુર્ઘટનામાં જો કોઈ ગુજરાતના નાગરિક ત્યાં ફસાયા હોય તો સરકાર મદદ માટે તૈયાર છે. ગુજરાત સરકાર અને તમામ જિલ્લા વહીવટી તંત્રએ આ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો. 
 

Glacier burst:  ઉત્તરાખંડમાં ફસાયેલા લોકોની મદદ માટે સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

ગાંધીનગરઃ ઉત્તરાખંડ (Uttarakhand) સ્થિત ચમોલીમાં મોટી દુર્ઘટના ઘટી છે અને ચમોલી નંદા દેવી નેશનલ પાર્ક હેઠળ કોર ઝોનમાં સ્થિત ગ્લેશિયલ તૂટવાના કારણે રૈણી ગામની પાસે ઋષિ ગંગા તપોવન હાઈડ્રો પ્રોજેક્ટનો બંધ તૂટી ગયો છે. અહીં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. સેના અને NDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ઘટના બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ પર છે. ગુજરાતના કોઈ લોકો ઉત્તરાખંડમાં ફસાયા હોય તો તેની સહાયતા માટે ગુજરાત સરકારે કંટ્રોલ નંબર જાહેર કર્યો છે. 

ગુજરાત સરકારે જાહેર કર્યો કંટ્રોલ નંબર
ઉત્તરાખંડમાં આવેલી આફત બાદ ગુજરાત સરકાર સક્રિય થઈ ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ ત્યાંના તંત્ર સાથે વાતચીત કરી છે. આ સાથે સરકારે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. જો તમારા કોઈ પરિવારજનો, મિત્રો કે કોઈ જાણીતી વ્યક્તિ ઉત્તરાખંડમાં ફસાય હોય તો આ નંબર પર તમે જાણ કરી શકો છો. આ સાથે દરેક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ હેલ્પલાઇન નંબર  જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના કોઈ વ્યક્તિ ઉત્તરાખંડમાં ફસાયા હોય તો તમે ગાંધીનગરમાં 02742-250627 તેમજ 1077 નંબર પર કોલ કરીને જાણ કરી શકો છો. 

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રનો હેલ્પલાઇન નંબર
હાલ ઉત્તરાખંડના ચામોલીમાં જોશી મઠ પાસે ગ્લેશિયર તૂટવાને કારણે ડેમ ફાટતાં સર્જાયેલ હોનારતની ઘટના ધ્યાને લેતાં અમદાવાદ જિલ્લાનાં રહેવાસીઓ ત્યાં ફરવા ગયેલા હોય કે ફસાયેલા હોય તો તેમની માહિતી અત્રેના જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનાં કંટ્રોલ રૂમ નંબર :- 079 27560511 પર તાત્કાલિક આપવા વિનંતી.

મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉત્તરાખંડ ગયેલા પ્રવાસીઓ અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ  પણ જાણ કરવા અપીલ કરાઈ છે. મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 02762 222299 ,0276222220 અને 1077 નંબર જાહેર કરવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ ત્યાં ફસાયા હોય તો આ નંબર પર સંપર્ક કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news