હવે WhatsApp લાવી રહ્યું છે અત્યાર સુધીનું સૌથી અદ્ભુત ફીચર, જાણો વોટ્સએપ પ્રીમિયમમાં શું હશે ખાસ?

વોટ્સએપ પ્રીમિયમ બિઝનેસ સાથે જોડાયેલા લોકો અથવા તો અલગ અલગ કંપની યા સંસ્થા માટે મેમ્બરશિપ બેસ્ડ સર્વિસ છે. તેમાં યૂઝર્સને વ્યવસાયિક ખાતોમાં વેનિટી યૂઆરએલ, પહેલાથી, પહેલાથી વધુ લિંક્ડ ડિવાઈસ જેવી વધારાની સુવિધાઓ મળશે.

હવે WhatsApp લાવી રહ્યું છે અત્યાર સુધીનું સૌથી અદ્ભુત ફીચર, જાણો વોટ્સએપ પ્રીમિયમમાં શું હશે ખાસ?

What is WhatsApp Premium: આજકાલ દેશમાં જ નહીં, સમગ્ર વિશ્વના લોકો વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. આ જાણીતી એપ તમને લગભગ દરેક સ્માર્ટફોનમાં મળી જશે. તેણી લોકપ્રિયતાનું કારણ તેમાં રહેલા તમામ ફીચર અને તેની ફ્રી સર્વિસ છે. એટલે કે પૈસા આપ્યા વગર લોકો તેનો ઉપયોગ કરે છે, પરંતુ ગત દિવસોમાં મેટાના સ્વામિત્વવાળી આ કંપનીએ વોટ્સએપ પ્રીમિયમ સર્વિસની જાહેરાત કરી છે. ટૂંક સમયમાં તે લોન્ચ થવાની તૈયારીમાં છે. આ પેડ સર્વિસ હશે. જોકે આ વિશે લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો છે. આજે અમે તમને દરેક સવાલોનો જવાબ ઉકેલાઈ જાય તેવા પ્રયત્નો કરીશું.

શું છે વોટ્સએપ પ્રીમિયમ
વોટ્સએપ પ્રીમિયમ બિઝનેસ સાથે જોડાયેલા લોકો અથવા તો અલગ અલગ કંપની યા સંસ્થા માટે મેમ્બરશિપ બેસ્ડ સર્વિસ છે. તેમાં યૂઝર્સને વ્યવસાયિક ખાતોમાં વેનિટી યૂઆરએલ, પહેલાથી, પહેલાથી વધુ લિંક્ડ ડિવાઈસ જેવી વધારાની સુવિધાઓ મળશે. જોકે આની લોન્ચિંગને લઈને હજુ પણ સ્થિતિ સ્પષ્ટ નથી, પરંતુ અટકળો છે કે આગામી 2થી 3 મહિનામાં રિલીઝ થઈ શકે છે.

વોટ્સએપ પ્રીમિયમમાં શું હશે ખાસ?
તમને જણાવી દઈએ કે, મેટાએ અત્યાર સુધી આ સર્વિસનું અનાવરણ કર્યું નથી અને ના તો તેના સાથે જોડાયેલી કોઈ જાણકારી શેર કરી છે. તેમ છતાં અલગ અલગ રિપોર્ટમાં તેણા ફીચર વિશે જણાવવામાં આવી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટનું માનીએ તો તેમાં યૂઝર્સને ઘણા એવા ખાસ ફીચર્સ મળશે. જેનાથી તેમણે ઘણો ફાયદો થશે. નીચે જાણો તેનાથી સંભવિત ફીચર્સ વિશે...

1. 10 ડિવાઈસ કરી શકશો લિંક્ડ
સામાન્ય રીતે તમે વોટ્સએપના નોર્મલ વર્ઝનને પણ હવે 4 ડિવાઈસમાં ચલાવી શકો છો, પરંતુ પ્રીમિયમ સર્વિસમાં તમને 10 વધારાના ડિવાઈસ જોડવાનો ઓપ્શન મળી શકે છે. તેનાથી કંપનીના પેજને ઘણા લોકો મોનિટર કરી શકશે. 

2. વેનિટી યૂઆરએલ
વોટ્સએપ પ્રીમિયમમાં યૂઝર્સને વેનિટી યૂઆરએલની સુવિધા પણ મળી શકે છે, એટલે તેનાથી યૂઝર્સને પોતાના બિઝનેસ માટે કસ્ટમ લિંક જનરેટ કરવાનો વિકલ્પ મળશે. ઉદાહરણ તરીકે ZEE NEWS સંભવિત રૂપથી wa.me/ZeeNewsco જેવા અલગ અને યૂનિક URL ના માધ્યમથી સત્તાવાર WhatsApp એકાઉન્ટ ઍક્સેસ કરી શકો છો.

3. WhatsApp પ્રીમિયમ વેનિટી URL
નિષ્ણાતોના મતે, જ્યારે કોઈ યૂઝર્સ વેનિટી URL બનાવે છે, ત્યારે તેનો વ્યવસાય ફોન નંબર છુપાવવામાં આવતો નથી. જ્યારે ગ્રાહકો WhatsApp દ્વારા તમારો સંપર્ક કરશે, ત્યારે પણ તેઓ ફોન નંબર જોશે. જો કે, વ્યવસાયના નામ સાથે ટૂંકા કસ્ટમ URL બનાવવાથી તે વધુ સારું બને છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news