WhatsApp Business લાવશે આ ફીચર, ચેટ વડે જ પુરી થઇ જશે ખરીદી

ફેસબુક (Facebook)ના સ્વામિત્વવાળા સોશિયલ મેસેજિંગ એપ વોટ્સઅપ બિઝનેસ (Whatsapp Business) પર જલદી જ એક કમાલનું ફીચર લોન્ચ થવાનું છે. અત્યારે આ ફીચર ડેવલોપમેન્ટના સ્ટેજ પર છે.

WhatsApp Business લાવશે આ ફીચર, ચેટ વડે જ પુરી થઇ જશે ખરીદી

નવી દિલ્હી: ફેસબુક (Facebook)ના સ્વામિત્વવાળા સોશિયલ મેસેજિંગ એપ વોટ્સઅપ બિઝનેસ (Whatsapp Business) પર જલદી જ એક કમાલનું ફીચર લોન્ચ થવાનું છે. અત્યારે આ ફીચર ડેવલોપમેન્ટના સ્ટેજ પર છે. આ ફીચરની મદદથી યૂઝર્સ ચેટ દ્વારા જ પોતાની બધી શોપિંગ કરી લેશે. 

આ રીતે કામ કરશે આ ફીચર
માશાબેલના રિપોર્ટ અનુસાર બિઝનેસ એકાઉન્ટ યૂઝર્સ પોતાના ગ્રાહકોને સીધી પ્રોડક્ટનું કેટલોગ ચેટ વિંડો પર આપી શકશે. આ કેટલોગને જોયા પછી યૂઝર્સે ચેટ દ્વારા શોપિંગનું ઓપ્શન પણ આપવામાં આવશે. તેના માટે વિંડો પર એક ચેટ બટન ઓપ્શન આપવામાં આવશે. 

બિઝનેસ એકાઉન્ટ ગ્રાહકોને ચૂકવવો પડશે ચાર્જ
વોટ્સઅપએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તે બિઝનેસ એકાઉન્ટ પર ચાર્જ લગાવશે. જોકે અન્ય યૂઝર્સ માટે આ મફત રહેશે. 

જલદી લઇને આવી રહ્યું ફેસ અનલોક ફીચર
વોટ્સઅપને ટ્રેક કરનાર વેબસાઇટ WABetainfoના અનુસાર જલદી જ એંડ્રોઇડ માટે ફેસ અનલોક ફીચર લાવવામાં આવશે. Pixel 4 યૂઝર્સ માટે નવું ફીચર ખૂબ મદદગાર થશે કારણ કે આ ડિવાઇસ વિના ફિંગરપ્રિંટ સેન્સર આવે છે અને આ ફક્ત ફેશિયલ રિકગ્નિશનને સપોર્ટ કરે છે. એકવાર આ સુવિધા આવ્યા પછી 'ફિંગરપ્રિંટ લોક' સેટિંગને ફરીથી સામાન્ય બાયોમેટ્રિક લોકમાં બદલી દેવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news