ભારતમાં 74 લાખ યુઝર્સના WhatsApp એકાઉન્ટ થયા બંધ, જાણો કંપનીએ કેમ લીધો આ નિર્ણય
WhatsApp એ એપ્રિલમાં 74 લાખ એકાઉન્ટ બંધ કર્યા છે. જાણો શા માટે કંપનીએ આવું પગલું ભર્યું..
Trending Photos
કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું કે નવા આઇટી નિયમો 2021ના પાલનમાં, મેટાની માલિકીની WhatsAppએ એપ્રિલ મહિનામાં ભારતમાં 74 લાખથી વધુ bad એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. મંથલી કમ્પ્લાયન્સ રિપોર્ટમાં WhatsAppએ જણાવ્યું હતું કે 1 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે, 7,452,500 WhatsApp એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેમાંથી 2,469,700 એકાઉન્ટ સક્રિયપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.
દેશમાં લગભગ 500 મિલિયન યુઝર્સ ધરાવતા સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મને એપ્રિલમાં દેશમાં રેકોર્ડ 4,377 ફરિયાદો મળી હતી અને 234 પર કાર્યવાહી કરવામાં આવી હતી. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ યુઝર માટે સુરક્ષા રિપોર્ટમાં પ્રાપ્ત ફરિયાદો અને WhatsApp દ્વારા લેવામાં આવેલા પગલાં તેમજ અમારા પ્લેટફોર્મ પર દુરુપયોગને દૂર કરવા માટે WhatsAppની પોતાની કારવાઈ છે.
વધુમાં, કંપનીએ જણાવ્યું કે 1 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે ફરિયાદ અપીલ સમિતિ તરફથી 2 ઓર્ડર મળ્યા હતા જેના પર કાર્યવાહી કરવામાં આવી હતી.
લાખો ભારતીય સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને સશક્ત બનાવવાના પ્રયાસમાં, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી રાજ્ય મંત્રી, રાજીવ ચંદ્રશેખરે તાજેતરમાં ફરિયાદ અપીલ સમિતિ (GAC) શરૂ કરી. બિગ ટેક કંપનીઓને અંકુશમાં લેવા માટે ડિજિટલ કાયદાઓને મજબૂત કરવા માટે, નવી રચાયેલી પેનલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નિર્ણયો સામે યુઝર્સની અપીલ પર ધ્યાન આપશે.
આ પણ વાંચો:
બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ OTT પર રિલીઝ થઈ રહી છે The Kerala Story!
Vodafone-Idea એ લોન્ચ કર્યા 3 ધુઆંધાર પ્લાન! માત્ર 17 રૂપિયામાં મેળવો Unlimited ડેટા
June 2023 Horoscope: આ 4 રાશિઓ માટે જૂન મહિનો ખૂબ જ ભાગ્યશાળી રહેશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે