Vodafone Idea ની ગ્રાહકોને શાનદાર ભેટ, હજુ ત્રણ મહિના સુધી મળશે આ ખાસ ફાયદો

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંથી એક Vodafone Idea એ યૂઝર્સો માટે Weekend Data Rollover બેનિફિટ્સને આગળ વધાર્યા છે. હવે યૂઝર્સ વીકડેઝ પર બચેલો ડેટા એકત્રિત કરીને હજુ ત્રણ મહિના વીકેન્ડ પર ઉપયોગ કરી શકશે. 


 

Vodafone Idea ની ગ્રાહકોને શાનદાર ભેટ, હજુ ત્રણ મહિના સુધી મળશે આ ખાસ ફાયદો

નવી દિલ્હીઃ Vodafone Idea એ Weekend Data Rollover બેનિફિટ્સને આગળ વધાવ્યા છે. Vi એ પાછલા વર્ષે ઓક્ટોબરમાં વીકેન્ડ ડેટા રોલઓવર બેનિફિટ્સની શરૂઆત કરી હતી. તેમાં ઓટોમેટિકલી સોમવારથી શુક્રવાર દરમિયાન વીકડેઝ પર ઉપયોગ ન થનારા ડેટાને એકત્રિત કરવામાં આવે છે. બાદમાં આ ડેટાને યૂઝર્સ માટે વીકેન્ડ પર એટલે કે શનિવાર અને રવિવારે ઉપયોગ કરવા માટે ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. 

સ્પષ્ટ શબ્દોમાં વાત કરીએ તો જો યૂઝર પોતાના પ્લાનમાં દરરોજ મળતા ડેટાનો સોમવારથી શુક્રવાર સુધી ઉપયોગ ન કરે તો તેને શનિવાર અને રવિવારે પાછલા દિવસોનો બચેલો ડેટા ઉપયોગ કરવા મળી શકે છે. વીકેન્ડ ડેટા રોલઓવર બેનિફિટને કંપનીએ કોઈપણ વધારાના ચાર્જ વગર યૂઝર્સો માટે શરૂ કર્યો હતો. જો વાત કરીએ આ યોજનાનો ફાયદો કોણ લઈ શકે છે તો આ તે પ્રીપેડ ગ્રાહકોને ફાયદો મળશે, જે 249 રૂપિયાથી વધુનો અનલિમિટેડ પ્લાન કરાવી રહ્યાં છે. 

કઈ રીતે કરશો ચેકઃ જો યૂઝરે રોલઓવર ડેટા અમાઉન્ટને ચેક કરવું છે તો તે માટે Viની મોબાઇલ એપના એક્ટિવ પેક અને સર્વિસ સેક્શનમાં જઈ શકો છો. આ સિવાય યૂઝર્સ બાકી ડેટાને SSD કોડ  * 199 # દ્વારા પણ ચેક કરી શકે છે. વીકેન્ડ રોલઓવર ડેટાનો લાભ ઉઠાવવા માટે યૂઝર્સે 249 રૂપિયા, 297 રૂપિયા, 299 રૂપિયા, 398 રૂપિયા, 399 રૂપિયા, 599 રૂપિયા, 299 રૂપિયા, 449 રૂપિયા, 699 રૂપિયામાંથી કોઈપણ રિચાર્જ કરાવવું પડશે. 

આગળ વધારવામાં આવ્યો પ્લાનઃ વોડાફોન આઇડિયા (VodaFone Idea) ની સાઇટ પર ડેટા રોલઓવર TnC પ્રમાણે Vi ની આ પ્રમોશનલ ઓફર યૂઝર્સ માટે 17 એપ્રિલ 2021 સુધી યથાવત રહેશે. ગ્રાહકો માટે આ એક પ્રમોશનલ ઓફર છે, જે 19 ઓક્ટોબર 2020થી 17 એપ્રિલ 2021 સુધી લાગૂ છે. શરૂઆતમાં રોલઓવર ડેટા લાભ ઓક્ટોબરમાં 17 જાન્યુઆરી 2021 સુધી લાવવામાં આવ્યો હતો. જેને હવે ત્રણ મહિના આગળ વધારી દેવામાં આવ્યો છે. 

ડબલ-ડેટા પ્રીપેડ પ્લાન વાળાને પણ ફાયદોઃ જો કોઈ વોડાફોન આઇડિયા યૂઝર્સે ડબલ-ડેટા પ્રીપેડ પ્લાન લીધો છે તો તે પણ રોલઓવર બેનિફિટનો ફાયદો લઈ શકે છે. જો કોઈ યૂઝરની પાસે ડેટા જમા છે અને તેનો પ્લાન સમાપ્ત થવાનો છે. તેવામાં યૂઝર્સે વિલંબ કર્યા વગર પ્લાન સમાપ્ત થયા પહેલા રિચાર્જ કરાવવું પડશે. જો રિચાર્જ કરાવવામાં મોડુ કર્યું તો જમા ડેટા સમાપ્ત થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news