આ કંપનીનો દમદાર પ્લાન, એક રિચાર્જમાં અનેક સુવિધા, મળશે 365 દિવસની વેલિડિટી

વોડાફોન-આઈડિયા પોતાના યૂઝર્સને 365 દિવસ સુધી ચાલનાર એક શાનદાર પ્રીપેડ પ્લાન ઓફર કરી રહ્યું છે. આ પ્લાનમાં 730જીબી ડેટા અને ફ્રી કોલિંગની સાથે હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે. 
 

આ કંપનીનો દમદાર પ્લાન, એક રિચાર્જમાં અનેક સુવિધા, મળશે 365 દિવસની વેલિડિટી

નવી દિલ્હીઃ ટેલીકોમ કંપની યૂઝર્સને આકર્ષવા માટે સતત નવી-નવી ઓફર આપી રહી છે. આ શ્રેણીમાં વોડાફોન-આઈડિયા યૂઝર્સને લાંબી વેલિડિટીનો શાનદાર પ્લાન ઓફર કરી રહી છે. તેમાં એક પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે ડેટા, કોલિંગ સહિત અન્ય સુવિધા આપી રહ્યો છે. વોડાફોન-આઈડિયાના આ પ્લાનની કિંમત 3099 રૂપિયા છે. કંપનીનો આ પ્લાન થોડો મોંઘો જરૂર લાગે છે, પરંતુ તેમાં મળનાર બેનિફિટ્સ કમાલના છે. કંપનીના આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે એક વર્ષ માટે ડિઝ્ની+હોટસ્ટારનું સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવી રહ્યું છે. 

વોડાફોન-આઈડિયાનો 3099 રૂપિયાના પ્લાનમાં 365 દિવસ એટલે કે એક વર્ષની વેલિડિટી મળે છે. તેમાં કંપની ઈન્ટરનેટ યૂઝ કરવા માટે દરરોજ 2 જીબી હિસાબે કુલ 730જીબી ડેટા આપી રહી છે. પ્લાનમાં તમને દરરોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગનો લાભ આપવામાં આવે છે. વોડાફોનના આ પ્લાનમાં ઘણા એડિશનલ બેનિફિટ પણ સામેલ છે. 

કંપની આ પ્લાનની સાથે ડિઝ્ની+હોટસ્ટારનું મોબાઇલ ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. તો કંપની પ્લાનમાં બિંઝ ઓલ નાઇટ બેનિફિટ આપવામાં આવી રહ્યો છે. આ હેઠળ યૂઝર રાત્રે 12 કલાકથી સવારે 6 કલાક સુધી ફ્રી ડેટાની મજા માણી શકે છે. 

આ સિવાય પ્લાનમાં કંપની વીકેન્ડ ડેટા રોલઓવર બેનિફિટ પણ આપી રહી છે. વોડાના આ પ્લાનમાં ડેટા બેનિફિટ પણ આપવામાં આવી રહ્યું છે. તેમાં તમને દર મહિને કોઈ વધારાના ચાર્જ વગર 2 જીબી સુધી ડેટા ફ્રી મળશે. આ બેનિફિટને 121249 ડાયલ કરી કે ViAppથી એક્સેસ કરી શકાય છે. મહત્વનું છે કે આ પ્લાનમાં કંપની Vi Movies & TVનું પણ ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news