સરકારની વોટ્સએપને ચેતવણી- હિંસા ફેલાવનાર મેસેજ રોકવા માટે તાત્કાલિક પગલા ભરો

વોટ્સએપને તેવા સમયે સરકાર તરફથી ચેતવણી આપવામાં આવી છે જ્યારે હાલના દિવસોમાં પોપ્યુલર મેસેજિંગ એપ પર કેટલાક ખોટા સંદેશા વાયરલ થયા બાદ દેશના ઘણા ભાગમાં મોબ લોન્ચિંગમાં નિર્દોષ લોકોના માર્યા જવાની ઘટનાઓ સામે આવી છે.

 

 સરકારની વોટ્સએપને ચેતવણી- હિંસા ફેલાવનાર મેસેજ રોકવા માટે તાત્કાલિક પગલા ભરો

નવી દિલ્હીઃ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ખાસ કરીને વોટ્સએપ પર અફવાઓ બાદ લોકોની મારી-મારીની હત્યાની ઘટનાઓ બાદ કેન્દ્ર સરકારે મંગળવારે વોટ્સએપને સૂચના આપી કે તે, ગેર-જવાબદાર અને વિસ્ફોટક સંદેશાને પોતાના પ્લેટફોર્મ પર ફેલાવાથી રોકે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે વોટ્સએપને ચેતવણી આપતા એક નિવેદન જારી કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ફેસબુકના માલિકીની કંપની પોતાની જવાબદારીથી બચી ન શકે. 

વોટ્સએપને તેવા સમયે સરકાર તરફથી ચેતવણી આપવામાં આવી છે જ્યારે હાલના દિવસોમાં પોપ્યુલર મેસેજિંગ એપ પર કેટલાક ખોટા સંદેશા વાયરલ થયા બાદ દેશના ઘણા ભાગમાં મોબ લોન્ચિંગમાં નિર્દોષ લોકોના માર્યા જવાની ઘટનાઓ સામે આવી છે. સૂચના અને ટેક્નોલોજી મંત્રાલયે આસામ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ હત્યાઓને દુખદ અને અફસોસજનક ગણાવતા કહ્યું કે, વોટ્સએપ જેવા પ્લેટફોર્મનો દુરૂપયોગ કરી ભડકાઉ કોમેન્ટને વારંવાર શેર કરવી ગંભીર ચિંતાનો વિષય છે. 

ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે બિનજવાબદાર સંદેશા અને તેવા પ્લેટફોર્મ્સ પર તેના સર્કુલેશનને ગંભીરતાથી લીધું છે. સરકારે વોટ્સએપના વરિષ્ઠ અધિકારીઓને પોતાની નારાજગી અને નાખુશી જાહેર કરી અને તેને સલાહ આપી છે કે, જૂઠ્ઠી, ભડકાઉ અને સનસનીખેજ સંદેશાને ફેલાવતા રોકવા માટે જરૂરી પગલા ભકવામાં આવે. 

સરકારે કંપનીને સૂચના આપી છે કે, તે આવા સંદેશા પોતાના પ્લેટફોર્મના માધ્યમથી ફેલાતા અટકાવવા માટે તાત્કાલિક પગલા ભરે. સરકારે ફેક અને ભડકાઉ સંદેશા ફેલાવનાર પર પણ પગલા ભરવાનો સંદેશ આપ્યો છે. કેન્દ્રએ રાજ્ય સરકારોને આ પ્રકારની ઘટનાઓ અને ભડકાઉ તથા ખોટો સંદેશા ફેલાવનાર વ્યક્તિઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. 

છેલ્લા મહિનામાં તેવી ઘટનાઓ થઈ છે, જ્યારે ખોટા વોટ્સએપ સંદેશાને કારણે ટોળાએ હિંસા કરી છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના એક ગામમાં થઈ, જ્યાં ગામ લોકોએ બાળક ચોરી ગેંગ સમજીને 5 લોકોની મારી-મારીને હત્યા કરી દીધી. પોલીસ પ્રમાણે, તેવી અફવા ફેલાઈ હતી કે વિસ્તારમાં બાળક ચોરની એક ગેંગ સક્રિય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news