Twitter Character Limit Update: ટ્વિટરની યુઝર્સને મોટી ભેટ, હવે અલગ અલગ ફોર્મેટમાં કરી શકાશે ટ્વીટ
Twitter Character Limit Update: એલન મસ્કે માર્ચમાં જ જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં ટ્વિટર પર ટ્વિટની કેરેક્ટર લિમિટ વધારીને 10,000 કરશે. જો કે, તે સમયે તે જાહેર કરવામાં આવ્યું ન હતું કે આ સુવિધા વિશિષ્ટ હશે કે સામાન્ય યુઝર્સ માટે પણ ઉપલબ્ધ હશે. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે....
Trending Photos
Twitter Character Limit Update: એલોન મસ્ક સતત ટ્વિટરને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે ટ્વિટરની કન્ટેન્ટ પોલિસીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા ફેરફાર બાદ હવે ટ્વિટર યુઝર્સ 280 નહીં પણ 10,000 અક્ષરોમાં ટ્વિટ કરી શકશે. આ સિવાય ટ્વિટર પર ટેક્સ્ટ ફોર્મેટિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે, આ સેવા ફક્ત તે યૂઝર્સ માટે જ ઉપલબ્ધ હશે જેમણે ટ્વિટર બ્લુ સબસ્ક્રાઇબ કર્યું છે.
આ પણ વાંચો:
લખવાની મર્યાદામાં વધારો
એક્સપર્ટ્સનું કહેવું છે કે ટ્વિટર પર કેરેક્ટર લિમિટ વધવાથી લોકો હવે વધુ સારી અને સ્પષ્ટ રીતે પોતાની ભાવનાઓ વ્યક્ત કરી શકશે. એટલું જ નહીં લોકોએ લાંબા ટ્વિટ કરવા માટે અક્ષર મર્યાદા સમાપ્ત થવાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.
Twitterએ પોતાની નવી સુવિધા અંગે જણાવતા કહ્યુ કે, “અમે ટ્વિટર પર લખવાના અને વાંચવાના અનુભવમાં સુધારો કરી રહ્યા છીએ! આજથી, Twitter પર હવે બોલ્ડ અને ઇટાલિક ટેક્સ્ટ ફોર્મેટિંગ સાથે 10,000 અક્ષરો સુધીની ટ્વીટ્સ કરી શકાશે. પરંતુ નવી સુવિધાનો ઉપયોગ કરવા માટે Twitter Blue સાઇન અપ કરવું આવશ્યક છે.
માર્ચમાં મળી ગયા હતા સંકેત
એલન મસ્કે માર્ચમાં જ જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં ટ્વિટર પર ટ્વિટની કેરેક્ટર લિમિટ વધારીને 10,000 કરશે. જો કે, તે સમયે તે જાહેર કરવામાં આવ્યું ન હતું કે આ સુવિધા વિશિષ્ટ હશે કે સામાન્ય યુઝર્સ માટે પણ ઉપલબ્ધ હશે. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે માત્ર બ્લુ સબસ્ક્રાઈબર જ આ સુવિધાનો લાભ લઈ શકશે.
આ પહેલીવાર નથી જ્યારે ટ્વિટરે તેની અક્ષર મર્યાદામાં ફેરફાર કર્યો હોય. 2017 માં કંપનીએ તેની અક્ષર મર્યાદા 140 થી વધારીને 280 કરી હતી. તત્કાલીન સીઈઓ જેક ડોર્સીએ તેને કંપની માટે "નાનો બદલાવ, પરંતુ એક મોટું પગલું" ગણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે