Twitter એ લોન્ચ કર્યું આ શાનદાર ફીચર, હવે આ રીતે સરળતાથી મોકલી શકાશે મેસેજ
સોશિયલ મીડિયામાં દરેક એપ્લિકેશન હવે એડવાન્સ થઈ ગઈ છે. ફેલબુક, વ્હોટ્સએપ કે પછી ટ્વિટર તમામ એપ્લિકેશનમાં નવા ફીચર અને એડવાન્સ ઓપ્શન આવી રહ્યા છે. ત્યારે હાલ ટ્વિટરે પણ એક શાનદાર ફીચર લોન્ચ કર્યું છે. જે ફીચર ખૂબ એડવાન્સ છે. જો તમે પણ ટ્વિટર એપનો ઉપયોગ કરો છો તો હવે આ નવા ફીચરની ઉપયોગિતા એકવાર જાણી લો.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ Twitterએ વોઈસ DMમાં મોટા ફેરફાર કર્યા છે. ટ્વિટર હવે ખૂબ જ એડવાન્સ થઈ ગયું છે. આ શોર્ટ મેસેજિંગે એપએ એન્ગેજમેન્ટ રેટ વધારવા માટે એક શાનદાર ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર આવતા જ મેસેજ મોકલવાની રીત બદલાઈ જશે.
ટ્વિટરે લોન્ચ કર્યું ઓડિયો ફીચરઃ
ટ્વિટરે હાલ જ એક નવું ઓડિયો અપડેટ લોન્ચ કર્યું છે. જેને Voice DM કહેવાય છે. આ ફીચરની મદદથી તમે કોઈ પણ ટ્વિટર યૂઝરને ઓડિયો ક્લિપ મોકલી શકો છો.
માત્ર DMમાં ઉપયોગીઃ
ટ્વિટરનું આ નવું ફીચર માત્ર DM એટલે કે, ડાયરેક્ટ મેસેજ માટે જ ઉપયોગી બનશે. માટે તમે ટ્વિટરમાં કોઈને મેસેજ મોકલવા માગો છો તો તમે ટેક્સ મેસેજની જગ્યાએ સીધો જ વોઈસ મેસેજ કરી શકો છો. આ ફીચરની ઉપયોગીતા ખાસ વોઈસ મેસેજ માટે છે.
એક આખું સોન્ગ પણ મોકલી શકાશેઃ
જાણકારી મુજબ ટ્વિટરે જે નવું ફીચર લોન્ચ કર્યું છે ત એટલું એડવાન્સ છે કે તમે વોઈસ મેસેજમાં 140 સેકેન્ડની આખી નોટ મોકલી શકો છો. મતલબ તમે DMમાં એક આખું સોન્ગ પણ મોકલી શકો છો.
Voice DM મોકલું એકદમ સરળઃ
ટ્વિટરમાં કોઈ પણ યૂઝરને ડાયરેક્ટ મેસેજ મોકલવો ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં તમારે મેસેજના ઓપ્શનમાં જવાનું થશે. જેને મેસેજ મોકલવા માગો છો તે યૂઝર આઈડી પર ક્લીક કરો. તે બાદ એક મેસેજ લખવા માટેનું ઓપ્શન આવશે. જેમાંથી તમે વોઈસ રેકોર્ડ કરીને મેસેજ મોકલી શકો છો. એડવાન્સ ફીચર એટલા માટે છે કે તમે વોઈસ મેસેજ મોકલતા પહેલાં એકવાર પોતે સાંભળી પણ શકો છો.
માત્ર ત્રણ દેશોમાં આવ્યું છે આ ફીચરઃ
ટ્વિટરે હાલ આ વોઈસ DM ફીચરને માત્ર ભારત, બ્રાઝિલ અને જાપાનમાં જ લોન્ચ કર્યું છે. એકવાર આ એડવાન્સ ફીચર પોપ્યૂલર થઈ જશે બાદમાં તેને એન્ય દેશોમાં રોલઆઉટ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે