સાવધાન: ટ્વિટર પર બગનો હુમલો, અજ્ઞાત ડેવલપરના 30 લાખ યૂઝરને સંદેશ મળ્યાની આશંકા
માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરએ સ્વિકાર કર્યો છે કે બગના કારણે લગભગ 30 લાખ યૂઝરના ડાયરેક્ટર મેસેજ (ડીએમ) ત્રીજા પક્ષ એપ ડેવલપર્સની પાસે જતાં રહ્યાં છે.
Trending Photos
સેન ફ્રાંસિસ્કો: માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરએ સ્વિકાર કર્યો છે કે બગના કારણે લગભગ 30 લાખ યૂઝરના ડાયરેક્ટર મેસેજ (ડીએમ) ત્રીજા પક્ષ એપ ડેવલપર્સની પાસે જતાં રહ્યાં છે. ટ્વિટરએ જણાવ્યું હતું કે બગ મે 2017થી સક્રિય હતી અને કેટલાક કલાકની તપાસ બાદ 10 સપ્ટેમ્બરે આ સમસ્યાને દુર કરવામાં આવી હતી. તેથી અજાણતા ડેટાને ખોટા ડેવલપરને મોકલવા પર પ્રતિબંધ મૂક્યો.
વાંચવા માટે ક્લિક કરો: Googleને તેની આ પોલિસી કર્યો ફેરફાર, Paytmએ કરી હતી ફરિયાદ
ટ્વિટરે શનિવારે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું હતું કે, બગથી ટ્વિટર પર એક ટકાથી ઓછા લોકો પ્રભાવિત થયા હતા. બગના કારણે કેટલાક સંવાદ અજાણતામાં બીજા રજિસ્ટર્ડ ડેવલપરને જતા રહ્યા હતા. વર્તમાનમાં ટ્વિટરના 33.6 કરોડ યૂઝર છે અને તેના એક ટકા એટલે કે 30 લાખ લોકો પ્રભાવિત થયા હતા.
નિષણાંતોના જણાવ્યા અનુસાર આવી પરિસ્થિતીમાં ટ્વિટર યૂઝરે પોતાના એકાઉન્ટનો પાસવર્ડ તાત્કાલીક બદલી લેવો જાઇએ. સાથે તેમણે કહ્યું હતું કે સમય-સમય પર પાસવર્ડ બદલતા રહેવો જોઇએ. તેનાથી તમારૂ એકાઉન્ટ સુરક્ષિત રહેવાની સંભાવના વધી જાય છે.
પહેલાથી જ સક્રિય હતું બગ
ટ્વિટરમાં બગની આ સમસ્યા મે 2017માં જોવા મળી હતી. ત્યારે ટ્વિટરે તેમના બધા યૂઝર્સોને પાસવર્ડ બદલવાની સલાહ આપી હતી. જોકે, ટ્વિટર પર એક બગ આવી હતી. જેણે યૂઝર્સના પાસવર્ડને પ્લેન ટેક્સ્ટમાં ઇન્ટરનલ સિસ્ટમ પર સ્ટોર કરી દીધા હતા. જોકે, તે સમયે ટ્વિટરે સ્પષ્ટ કર્યું હતું કે કોઇપણ પ્રકારનો ડેટા ચોરી કરવામાં આવી રહ્યો નથી.
વાંચવા માટે ક્લિક કરો: ગૂગલ પ્લે સ્ટોરમાં સંતાયેલું હોઈ શકે છે સ્માર્ટફોનને ડેમેજ કરતું માલવેયર!
ટ્વિટર લાઇટ એપ હવે ભારતમાં ઉપલબ્ધ
ટ્વિટરે હાલમાં જ પોતાની ડેટા-ફેન્ડલી ટ્વિટર લાઇટ એન્ડ્રોઇડ એપને 21 દેશોમાં ઉપલબ્ધ કરી છે. જેમાં ભારતનું નામ પણ શામેલ છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. તેને 2G અને 3G નેટવર્કને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેનો ઉપયોગ દેશના ઘણા વિસ્તારોમાં ઉપયોગ કરવામા આવી રહ્યો છે. આ ડેટા અને સ્પેસ બન્નેની બચત કરે છે અને લો નેટવર્કમાં પણ ઝડપી કામ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે