મધરાતે રાજકોટમાં બાબા બાગેશ્વરનો સિક્રેટ VIP દરબાર યોજાયો, ઊંચી કિંમતે ટિકિટ વેચાયાની ચર્ચા

Vijay Rupani Meet Baba Bageshwar : રાજકોટમાં રેસકોર્ષમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર પૂર્ણ થયા બાદ જન કલ્યાણ હોલ ખાતે મોડી રાત્રે ફરી દરબાર યોજાયો હતો. પરંતુ આ દરબાર ખાસ હોવાનું કહેવાય છે
 

મધરાતે રાજકોટમાં બાબા બાગેશ્વરનો સિક્રેટ VIP દરબાર યોજાયો, ઊંચી કિંમતે ટિકિટ વેચાયાની ચર્ચા

Dhirendra Shashtri In Rajkot : બાબા બાગેશ્વર હાલ ગુજરાતમાં છે અને ગુજરાતના વિવિધ શહેરોમાં પોતાનો દિવ્ય દરબાર યોજી રહ્યાં છે. ગઈકાલે રાજકોટ ખાતે બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. તે પહેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં પ્રેસ કોફરન્સ કરી હતી. રાજકોટના દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. જોકે ચર્ચા એ છે કે, રાજકોટમાં મોડી રાત્રે  ધીરેન્દ્ર શાસ્ત્રીનો VIP દરબાર યોજાયો હતો. રાત્રે 1.30 વાગ્યાથી 3 વાગ્યા સુધી યોજાયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના VIP દરબારમાં અનેક ભાજપી નેતાઓએ માથુ ટેકવ્યુ હતું. અનેક ભાજપી નેતાઓ બાબા બાગેશ્વરના શરણે ગયા હતા, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વીડિયો પણ સામે આવ્યો છે.  

રાજકોટમાં રેસકોર્ષમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર પૂર્ણ થયા બાદ જન કલ્યાણ હોલ ખાતે મોડી રાત્રે ફરી દરબાર યોજાયો હતો. પરંતુ આ દરબાર ખાસ હોવાનું કહેવાય છે. આયોજક સમિતિના સભ્યોના સગા સબંધીઓ માટે આ દરબાર યોજાયો હતો. જેમાં ભાજપના નેતાઓ, સામાજિક આગેવાનો અને બગેશ્વરધામ સેવા સમિતિના કાર્યકરો અને તેના પરિવારજનો હાજર રહ્યા હતા. ચર્ચા છે કે, રાત્રે 1 થી 3 વાગ્યા દરબાર યોજાયો હતો, જેમાં મીડિયાની કોઈ હાજરી ન હતી. જો કે, આ દરબારની ટિકિટો હજારોમાં વેંચાઈ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. ત્યારે VIP દરબારને લઈને ફરી એકવાર ધીરેન્દ્ર શાસ્ત્રી સામે સવાલો ઉઠ્યા છે.

આ દરબારમાં ભાજપના નેતાઓ જોવા મળ્યા હતા. રાજકોટના અનેક ભાજપી નેતાઓ બાબા બાગેશ્વરના શરણે ગયા હતા. આવચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા. પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને કોર્પોરેટર નેહલ શુક્લ પણ સાથે જોવા મળ્યા. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે કિશોર ખંભાયતાના નિવાસ સ્થાને મળ્યા હતા. ચર્ચા છે કે, રાજકોટમાં દર કલાકે બાબાને ભાજપના નેતાઓ મળવા આવે છે. 

તો બીજી તરફ, રાજકોટના મીનીએચર આર્ટિસ્ટ નિકુંજ વાગડીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને વિશ્વની સૌથી નાની હનુમાન ચાલીસા ભેટમાં આપી હતી. નિકુંજ વાગડીયાના નામે વિશ્વની સૌથી સૂક્ષ્મ હનુમાન ચાલીસા બનાવવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે. જે હનુમાન ચાલીસા માટે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું તે જ હનુમાન ચાલીસા તેમણે બાબા બાગેશ્વરને અર્પણ કરી હતી. સૂક્ષ્મ હનુમાન ચાલીસા મેળવીને ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રભાવિત થયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news