Royal Enfield છોડીને આ બાઇક પર તુટી પડ્યા લોકો! લોન્ચ થતાં જ બુકિંગ માટે લાગી લાઈનો
Best 400cc Bikes in india: બ્રિટીશ બ્રાન્ડ ટ્રાયમ્ફ, બજાજ ઓટો સાથે મળીને, બે મોડલ, સ્પીડ 400 અને સ્ક્રેમ્બલર 400 રજૂ કર્યા છે. સ્પીડ 400 કંપનીની સૌથી સસ્તી બાઇક છે. આ બાઇક્સ રોયલ એનફિલ્ડ સાથે સ્પર્ધામાં જોવા મળી રહી છે.
Trending Photos
Triumph Speed 400: તાજેતરમાં મિડ સાઈઝ બાઇક સેગમેન્ટમાં કેટલીક નવી એન્ટ્રીઓ આવી છે. જ્યાં Hero MotoCorp સાથે મળીને Harley Davidson એ તેની સૌથી સસ્તી બાઇક Harley Davidson x440 લોન્ચ કરી છે. તે જ સમયે, બ્રિટિશ બ્રાન્ડ ટ્રાયમ્ફે બજાજ ઓટો સાથે મળીને તેના બે મોડલ Speed 400 અને Scrambler 400 રજૂ કર્યા છે. સ્પીડ 400 કંપનીની સૌથી સસ્તી બાઇક છે. આ તમામ બાઇક્સ રોયલ એનફિલ્ડ સાથે સ્પર્ધામાં જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે Triumph Speed 400 અને Scrambler 400 ને ભારતમાં 10 દિવસમાં 10,000 થી વધુ બુકિંગ મળી ચુક્યા છે.
તમને જણાવી દઈએ કે 5 જુલાઈએ ભારતમાં લોન્ચ સમયે કંપનીએ Speed 400ની કિંમત 2.23 લાખ રૂપિયા જણાવી હતી. આ કિંમત શરૂઆતના 10 હજાર ગ્રાહકો માટે જ હતી. આ પછી કિંમત વધીને 2.33 લાખ રૂપિયા થઈ જશે. આ મોટરસાઈકલ જુલાઈના અંતથી ટ્રાયમ્ફ શોરૂમમાં ઉપલબ્ધ થશે. Scrambler 400 ઑક્ટોબરમાં ઉપલબ્ધ થશે અને લૉન્ચ સમયે કિંમતની જાહેરાત કરવામાં આવશે.
ઓટોકાર પ્રોફેશનલના જણાવ્યા અનુસાર, ગ્રાહકો તરફથી મળેલી મજબૂત પ્રતીક્રીયા વિશે વાત કરતા, બજાજ ઓટોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાકેશ શર્માએ જણાવ્યું હતું કે, “અમે લોન્ચ કર્યા પછી મળેલા જબરજસ્ત પ્રતિસાદથી ખુશ છીએ. આટલા ટૂંકા ગાળામાં 10,000 બાઈકનો પ્રી-ઓર્ડર અભૂતપૂર્વ છે અને આ ગ્રાહકોના બજાજ ઓટો અને ટ્રાયમ્ફ મોટરસાઈકલ પરના અતૂટ વિશ્વાસનો પુરાવો છે.''
આ જબરદસ્ત ડીમાન્ડને પહોંચી વળવા ઉત્પાદન વધારવામાં આવશે. કંપનીએ ખાતરી આપી છે કે ઓનલાઈન બુકિંગ કરીને ગ્રાહકો તેમનુ સ્થાન આરક્ષિત કરી શકે છે અને રાહ જોવાનો સમય ઘટાડી શકે છે.
આ પણ વાંચો:
Video: મુંબઈનું રેલવે સ્ટેશન વરસાદના કારણે બન્યું સ્વિમિંગ પૂલ, લોકોએ માર્યા ધુબાકા
રાશિફળ 09 જુલાઈ: આજે કન્યા રાશિને ગ્રહોની શુભ સ્થિતિને કારણે મોટી રકમ મળશે
ભવિષ્યમાં લાખોનું પેકેજ જોઈતુ હોય તો આ કોર્સ કરો, 5 વર્ષમાં આની જ ડિમાન્ડ હશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે