TRAIએ નકલી ટેલિમાર્કેટ્સ પર લીધં મોટું પગલું, ટેલિકોમ કંપનીઓ માટે આકરા દિશા-નિર્દેશ જાહેર કર્યા
TRAI Strict Guidelines ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે TRAIએ ગુરુવારે અનવોન્ટેડ કોલ્સ, SMS અને મિસલીડીંગ જાહેરખબરોને રોકવા માટે નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.
Trending Photos
TRAI issuing strict guidelines for telecom companies: ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે TRAIએ ગુરુવારે અનવોન્ટેડ કોલ્સ, SMS અને મિસલીડીંગ જાહેરખબરોને રોકવા માટે નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. TRAIએ ટેલિકોમ કંપનીઓ અને અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટિંગ કંપનીઓને કડક આદેશ આપ્યો છે. ટ્રાઈએ આ કંપનઓને ખાનગી નંબર પરથી કોલ કરનારા ટેલિમાર્કેટિંગ પર કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
શેર કરો પોતાની ડિટેઈલ્સ:
ટેલિકોમ રેગ્યુલેયર ટ્રાઈના નવા નિયમો પ્રમાણે દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન કરનારા ટેલિ માર્કેટર્સ પર કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. સર્વિસ આપતી કંપની આવા ટેલિમ માર્કેટર્સની બધી ડિટેઈલ્સ બીજા સર્વિસ આપનારાની સાથે પણ શેર કરશે.
મિસલીડિંગ જાહેરખબર પર રોક:
ટ્રાઈએ બધા નેટવર્ક પર આવી ટેલિ માર્કેટિંગ કંપનીઓને કોઈપણ પ્રકારની જાહેરખબર અને કમર્શિયલ કમ્યુનિકેશનને મોકલવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રાઈ આ દિશા-નિર્દેશ દ્વારા મીસલીડિંગ હેડિંગવાળી જાહેરખબરો પર રોક લગાવવા માગે છે. તેનાથી જનતાને કોઈપણ છેતરપિંડીના શિકાર થતાં અટકાવી શકાય છે.
રી-વેરિફેકિશન કરવાનું રહેશે:
ટ્રાઈએ પોતાની નવી ગાઈડ લાઈનમાં કહ્યું છે કે ટેલિ માર્કેટિંગમાં બધા એવા રજિસ્ટર્ડ પ્લેયર્સને દર 30 અને 60 દિવસમાં રિ વેરિફિકેશન કરવું પડશે. એકબીજાને મળતાં આવતાં SMSને રોકવા દરેક શક્ય પ્રયાસ કરવાનો આદેશ આપ્યો છે. ટેલિકોમ કંપનીઓએ એ સુનિશ્વિત કરવાનું રહેશે કે નક્કી સમયમાં મીસ લીડિંગ મેસેજ નષ્ટ થઈ જાય. બધી ટેલિકોમ સેવા આપતી કંપનીઓેને 30 દિવસની અંદર દિશા-નિર્દેશનું પાન કરવાનું રહેશે.
એક નજરમાં સમજો શું છે દિશા-નિર્દેશ:
1. ટેલ્કો અનરજિસ્ટર્ડ ટેલિ માર્કેટિંગ કંપની પર કામ કરે
2. ખાનગી નંબરોથી મેસેજ કરનારા ટેલિ માર્કેટિંગ પર કાર્યવાહી
3. ટેલિકોમ કંપનીઓ SMS મોકલનારી ટેલિ માર્કેટિંગ કંપનીઓને વેરિફાય કરે
4. ટેલિમાર્કેટિંગ કંપનીઓેને મેસેજ હેડરનું વેરિફિકેશન 30 દિવસમાં કરાય
5. ટ્રાઈએ તમામ ટેલિકોમ કંપનીઓને 30 દિવસની અંદર નિર્દેશનું પાલન કરવાનું રહેશે
6. ટેલિકોમ કંપનીઓ હાલના કાયદાના હિસાબથી કાર્યવાહી કરે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે