Tips For Android: એન્ડ્રોઈડ ફોનમાં આવી રીતે વાંચો DELETE કરાયેલાં WhatsApp Messages
WhatsApp કેટલાક વર્ષો પહેલાં ભારતીય યુઝર્સ માટે Message Delete કરવા એવરીવન ફિચર્સ લાવ્યું હતું. નામથી જ તમે સમજી શકો છો કે આ ફિચર્સમાં આવી સુવિદ્યા છે કે WhatsAppમાં કરવામાં આવેલો મેસે જ તમે Delete કરી શકો છો પરંતુ આ માટે તેની સમય મર્યાદા નિર્ધારિત હોય છે. તમે સમય મર્યાદામાં Message Delete ના કરોતો એ મેસેજ Delete થતો નથી.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ WhatsAppમાં Message એક વખત Delete કરવામાં આવ્યા બાદ તેને પરત લાવવાની કોઈ ઓફીશિયલ રીત નથી. હા,પણ બીજી રીત જરૂર છે. આ જે અમે તમને એવી ટ્રીક બતાવી શું જેનાથી તમાં WhatsAppમાં Delete કરેલા Message પરત લાવી શકશો. WhatsAppમાં Message Delete કરવાની આ બીજી રીત માત્ર એન્ડ્રોઈડમાં WhatsApp યુઝ કરતા યુઝર્સ માટે છે iOS/iPhone યુઝર્સ માટે નથી. આ રીત ઓફીશિયલ રીત ના હોવાના કારણે યુઝર્સે થર્ડ-પાર્ટી એપ ડાઉનલોડ કરવી પડશે. આવો જાણીએ WhatsAppમાં Message Delete કરવાની રીત.
આવી રીતે વાંચો delete કરવામાં આવેલા message
Google Play Storeceમાં જાઓ અને WhatsRemoved+ નામની થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરો.
- WhatsRemoved+ એપની સાઈઝ 4.90MB છે. એપ ડાઉનલોડ થઈ જાય પછી તેને Open કરો અને ટર્મસ અને કંડીશનને એક્સેપ્ટ કરો.
- પછી આ એપ તમને એ એપ્સને સિલેક્ટ કરવાનું કહેશે જે એપના નોટીફિકેશન આપ ઈચ્છતા હોય તેને સેવ કરો
- અહીં તમારે WhatsAppને સિલેક્ટ કરવાનું રહેશે અને કંટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે
- ત્યાર બાદ WhatsRemoved+ એપ પૂછશે કે ફાઈલ સેવ કરવું છે કે નહીં. અહીં તમે તમારી પસંદગીનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો.ત્યાર બાદ એપ એક એવા Page પર લઈ જશે જ્યાં દરેક Delete કરવામાં આવેલા WhatsApp Message જોવા મળશે.
- અહીં તમને સ્ક્રીનના ટોપમાં ડિટેક્ટેડ ઓપ્શનની પાસે દેખવામાં આવી રહેલી વોટ્સએપ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- જ્યારે આ ઓપ્શન ઈનેબલ થશે ત્યારે તમે દરેક delete કરેલા message વાંચી શકશો. delete કરેલા message App ઓપ્શનની અંદર જોવા મળશે.
આ થર્ડ પાર્ટી એપ કેટલાક એડ્સથી ભરેલી રહે છે. સામાન્ય રીતે આવા એપ્સ યુઝર ડેટા પણ કલેક્ટ કરે છે. તમારે તમારી પ્રાઈવસી વધારે જરૂરી હોય તો આ એપનો યુઝ તમારા રીસ્ક પર કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે