WhatsApp વીડિયો પણ થાય રેકોર્ડ, અહીં જાણો ઉપયોગ કરવાની રીત

અત્યાર સુધી તમે ફોનમાં કોલ રેકોર્ડ કરતા હશો. પરંતુ શું તમને ખબર છે કે તમે હવે તમારા વોટ્સઅપ (WhatsApp) પર મિત્રો સાથે વીડિયો પર વાતચીત કરતાં તેને રેકોર્ડ પણ કરી શકો છો? જો તમને તેના વિશે ખબર નથી તો અમે તમને રીત બતાવીશું.

WhatsApp વીડિયો પણ થાય રેકોર્ડ, અહીં જાણો ઉપયોગ કરવાની રીત

નવી દિલ્હી: અત્યાર સુધી તમે ફોનમાં કોલ રેકોર્ડ કરતા હશો. પરંતુ શું તમને ખબર છે કે તમે હવે તમારા વોટ્સઅપ (WhatsApp) પર મિત્રો સાથે વીડિયો પર વાતચીત કરતાં તેને રેકોર્ડ પણ કરી શકો છો? જો તમને તેના વિશે ખબર નથી તો અમે તમને રીત બતાવીશું. આ એટલું સરળ છે કે તમે ચપટી વગાડતાં જ તેનો ઉપયોગ કરતાં શીખી જશો.  

ગ્રુપ વીડિયો પણ છે હવે સંભવ
તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ વોટ્સઅપે તમને ગ્રુપ વીડિયો ચેટની પણ સુવિધા આપી છે. તેમાં તમે એકવારમાં ચાર લોકો સાથે વીડિયો ચેટ કરી શકો છો. આ સુવિધા થોડા દિવસ પહેલાં જ લોન્ચ કરવામાં આવી છે. 

આ છે રેકોર્ડ કરવાની રીત
વોટ્સઅપ તમને એપ્પલ અને એન્ડ્રોઇડ બંને ફોનમાં વીડિયો રેકોર્ડ કરવાની સુવિધા આપે છે. iOS માં આ સુવિધા પહેલાંથી જ ઉપલબ્ધ છે. આઇફોન યૂઝર્સ સ્ક્રીન રેકોર્ડિંગ ફીચર દ્વારા વોટ્સઅપ વીડિયો કોલ રેકોર્ડ કરી શકો છો. ઘણા અપગ્રેડ એન્ડ્રોઇડ ફોનમાં પણ આ સુવિધા છે. પરંતુ જો તમને ફોનમાં આ સુવિધા જોવા મળતી નથી તો તમે પ્લે સ્ટોરમાંથી એક પ્લગઇન ડાઉનલોડ કરીને તેના ફીચરનો ઉપયોગ કરી શકો છો. 

એન્ડ્રોઇડ યૂઝર્સ માટે વોટ્સઅપ પર વીડિયો કોલ રેકોડિંગ
જો તમારા વોટ્સઅપ પર સ્ક્રીન રેકોર્ડિંગની સુવિધા નથી તો તમારે પ્લે સ્ટોરમાંથી DU Recorder એપ ડાઉનલોડ કરવી પડશે. 
એપ તમારી પાસે કેટલી પરમિશન માંગશે. એકવાર પરમિશન મળ્યા બાદ તમે આરામથી વીડિયો રેકોર્ડ કરી શકશો. 

એપ્પલ ફોન યૂઝર્સ અહીં સમજો
જ્યારે તમે વોટ્સઅપ પર વીડિયો કોલિંગ કરી રહ્યા છો તો સ્ક્રીનને નીચેથી ઉપર તરફ સ્વાઇપ કરીને સામે કંટ્રોલ પેનલ પર આવી જશો.
અહીં તમને સ્ક્રીન રેકોડિંગની સાઇન જોવા મળશે. ફક્ત તેના પર ક્લિક કરો.
માઇક્રોફોન ઓપ્શનને ટર્ન ઓન કરવાનું ન ભૂલો.
એકવાર ક્લિક કરતાં જ તમારો વીડિયો રેકોર્ડ શરૂ થઇ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news