CNG Car Tips: વપરાયેલી CNG કાર ખરીદવા જઈ રહ્યા છો? આ 3 ટિપ્સનું રાખજો ધ્યાન નહીં તો છેતરાઈ જશો

Second Hand Cars: CNG કાર ખરીદવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમને પેટ્રોલ અને ડીઝલના મોંઘી કિંમતથી બચાવે છે. જોકે સેકન્ડ હેન્ડ માર્કેટમાંથી સીએનજી કાર ખરીદતી વખતે જો તમે સહેજ પણ ભૂલ કરશો તો તમારે પસ્તાવો કરવો પડશે.

CNG Car Tips: વપરાયેલી CNG કાર ખરીદવા જઈ રહ્યા છો? આ 3 ટિપ્સનું રાખજો ધ્યાન નહીં તો છેતરાઈ જશો

Second Hand CNG Cars: ભારતમાં નવી કારના વેચાણ કરતાં જૂની કાર વધુ ખરીદવામાં આવે છે. કેટલાક લોકો સેકન્ડ હેન્ડ માર્કેટમાંથી પેટ્રોલ અને ડીઝલ વાહનો ખરીદે છે, જ્યારે કેટલાકને CNG કાર ખરીદવાનું પસંદ છે. CNG કાર ખરીદવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમને તેલની મોંઘી કિંમતથી બચાવે છે. જો કે સેકન્ડ હેન્ડ માર્કેટમાંથી સીએનજી કાર ખરીદતી વખતે જો તમે સહેજ પણ ભૂલ કરશો તો તમારે પસ્તાવાનો વારો આવશે. અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જે તમારે જૂની CNG કાર ખરીદતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ.

1. વાહનની બારીકાઈથી તપાસ કરો
વપરાયેલી CNG કાર ખરીદતી વખતે વાહનની સંપૂર્ણ તપાસ કરાવવી જરૂરી છે. જો કારમાં આફ્ટરમાર્કેટ CNG કિટ લાગેલી હોય, તો ગેસ લીકેજની તપાસ કરવી જરૂરી છે. ખાતરી કરો કે સિલિન્ડરની ગુણવત્તા સાથે ચેડાં ન થાય. ભવિષ્યમાં કોઈપણ સંભવિત સમસ્યાઓને રોકવા માટે નિષ્ણાત દ્વારા એન્જિન ટ્યુનિંગ અને CNG કીટની તપાસ કરાવવી પણ યોગ્ય રહેશે.

2. ફેક્ટરી ફીટવાળી CNG કાર પસંદ કરો
પૈસા બચાવવાના નામે સલામતી સાથે ક્યારેય બાંધછોડ ન કરવી જોઈએ. આફ્ટરમાર્કેટ સીએનજી કીટ ખરીદવાને બદલે પ્રતિષ્ઠિત કંપનીની ફેક્ટરી ફીટ સીએનજી કીટવાળી કાર ખરીદો. મોટી કંપનીઓ ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરતી વખતે એન્જિનના સ્વાસ્થ્ય અને માઈલેજનું પણ ખાસ ધ્યાન રાખે છે. યાદ રાખો, તમારું જીવન મૂલ્યવાન છે અને તેની સાથે સમાધાન ન કરવું તે વધુ સારું છે.

3. રિફ્યુઅલ કરતી વખતે સાવચેત રહો
ભારતમાં CNG કારમાં રિફ્યુઅલ ભરતી વખતે વિસ્ફોટની અનેક ઘટનાઓ બની છે. તેથી તમારા CNG વાહનમાં રિફ્યુઅલ ભરતી વખતે જરૂરી સાવચેતી રાખવી જરૂરી છે. સીએનજી સ્ટેશન પર રિફ્યુઅલ ભરતી વખતે, કાર પાર્ક કરવાની અને સલામત અંતરે રહેવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે પણ શક્ય હોય ત્યારે સિલિન્ડર લીક થાય છે તેની તપાસ કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news