અરે..જોજો..ગુગલ તમારી પર્સનલ વાત તો નથી સાંભળતું ને! આ રીતે મેળવી શકો છો જાણકારી
Beware: OMG ગુગલ તો તમારી પર્સનલ વાત નથી સાંભળતું ને!,,,,એલર્ટ રહેવું હિતકારી
Trending Photos
નવી દિલ્લીઃ તમે ઘરમાં જે વાત કરો છો, તે જ વાતની જાહેરાત તમને ગણતરીના કલાકોમાં તમારા મોબાઈલ પર જોવા મળે તો, તમે ચોંકી જશો...ત્યારે તમને મનમાં વિચાર આવશે કે આ સંયોગ બન્યો..પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે..અને તે છે શું ગુગલ તમારી વાતો સાંભળી રહ્યું છે...
પ્રશ્ન અને શંકા:
સામાન્ય રીતે, Android ફોનમાં Google Voice Assistant ફીચર હોય છે, જેને તમે Ok Google કહીને એક્ટિવેટ કરી શકો છો. તમે તમારા સ્માર્ટફોનના માઈક આઈકન પર ક્લિક કરીને પણ Google Voice Searchનો ઉપયોગ કરી શકો છો. પરંતુ લોકોના મનમાં એ પ્રશ્ન રહે છે કે માઈક ચાલુ હોય કે ના હોય, ગૂગલ બધું સાંભળે છે.
શું Google તમારી અંગત વાત સાંભળે છે?
તમે કોઈ મિત્રને તમારી કાર વેચવા અંગેની વાત કરો છે. જો તમે ફોન પર નહીં પરંતુ ફોન ફક્ત તમારી પાસે છે તો પણ એવું જોવા મળે છે કે બીજા જ દિવસથી તેના મોબાઈલ બ્રાઉઝર અને ફેસબુક પર વાહનોના વેચાણને લગતી જાહેરાતો દેખાવા લાગે છે. શું આ યોગાનુયોગ છે કે પછી ગૂગલ આપણને સાંભળતું રહે છે? એવા ઘણા પ્રસંગો છે જ્યારે આપણે કોઈ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ અને આપણે તેની જાહેરાત જોવાનું શરૂ કરીએ છીએ.
કંપની શું કહે છે?
આ પ્રશ્નનો સાચો જવાબ થોડો મુશ્કેલ છે, પરંતુ તમારે સાવચેત રહેવું જોઈએ. ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ હકીકતથી દૂર રહે છે કે તેઓ કોઈની વાત સાંભળે છે. કંપનીઓનું કહેવું છે કે તેઓ કોઈની પર્સનલ બાબતમાં દખલ નથી કરતી. આ સ્થિતિમાં એક જ બચાવ છે કે તમે એવી એપ્લિકેશન્સનો ઉપયોગ કરો જે માઇક્રોફોનને ઍક્સેસ કરતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે