Hair Care Mistakes: વાળની સંભાળ રાખવામાં ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બકરું કાઢતા પેસી જશે ઊંટ!
ગરમીમાં વાળની સંભાળ રાખવા માટે વિશેષ ધ્યાન રાખવું પડતું હોય છે. ઘણાં લોકોને વાળ ખરવાની સમસ્યા પણ થતી હોય છે. હવે લોકો વાળ ઉતરવાની સમસ્યાથી બચવા માટે જાતજાતના નુસખાઓ અજમાવતા હોય છે. જોકે, ઘણીવાર એમાં બકરું કાઢતા ઊંટ પેસી જાય તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે આ આર્ટીકલમાં આપવામાં આવેલી માહિતી તમારા માટે ઉપયોગી બની શકે છે.
Trending Photos
નવી દિલ્લીઃ ગરમીમાં સ્કીનની સાથે સાથે વાળનું પણ વધારે ધ્યાન રાખવું પડે છે. ગરમીમાં સ્કીન કેર અને હેર કેર કરવું ખૂબ જ જરૂરી છે. પરંતુ આપણામાંથી ઘણા લોકો જરૂરતથી વધારે જ કેર કરતાં હોય છે. જેનાથી આપણે ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે. જો તમે પણ આવી ભૂલ કરતાં હોય તો હવે ચેતવી જજો કેમ કે, તેનાથી વાળને નુકસાન થઈ શકે છે.
ગરમીમાં વાળ કેરમાં થતી ભૂલ-
ગરમીમાં બ્રેકએઝ, ડ્રાય, નાજુક અને ઓયલી સ્કેલ્પ જેવી સમસ્યાઓ થાય છે. એટલા માટે હેર કેર રુટીનમાં બદલાવ કરવો જરૂરી છે. જેથી વાળને નુકસાન ન પહોંચે.
1. તડકામાં વાળને ન ઢાંકવા:
તડકામાં નીકળતા સમયે વાળને કવર કરવા ખૂબ જ જરૂરી છે. આપણે સનસ્ક્રીન લોશનથી સ્કિનને પ્રોટેક્ટ કરીએ છીએ ત્યારે વાળને પણ તડકામાં કવર કરવા જરૂરી છે. તમે ઘર અથવા ઓફિસની બહાર નીકશો છો તો હંમેશા વાળને સ્કાર્ફ અથવા ટોપીની ઢાંકીને રાખો.
2. સ્વિમ કરતા સમયે હેર કેર:
ગરમીમાં પૂલમાં ડુબકી લગાવવાથી તમે ફ્રેશ મહેસૂસ કરો છો. પરંતુ પૂલનો ઉપયોગ વધારે ન કરો. કારણે તે પાણીમાં ક્લોરિન હોય છે જે તમારા વાળને નુકસાન પહોંચાડે છે. સાથે જ વાળને બચાવવા માટે નારિયેળ તેલ જરૂર લગાવો.
3. દરરોજ વાળને ન ધોવો:
ગરમીમાં પરસેવાના કારણે સ્કેલ્પ ઓયલી થઈ જાય છે. એટલા માટે ખંજવાળની સમસ્યા વધી જાય છે. આજ કારણે આપણેને દરરોજ વાળ ન ધોવાનું મન થાય છે. જેથી વાળમાં ચોંટેલી ધૂળ અને ગંદકી નીકળી જાય. પરંતુ જો તમે દરરોજ વાળ ધોશો તો વાળ ખરવાનું શરૂ થઈ જશે. માટે સપ્તાહમાં બેથી ત્રણ વાર જ વાળ ધોવો.
4. તેલ માલિશ ન કરવી:
ગરમીના કારણે વાળ ઓયલી થઈ જાય છે. પરંતુ તેનો મતલબ એ નથી કે વાળમાં તેલ માલિશ ન કરવી. વાળમાં તેલથી મસાજ કરવાથી બ્લડ સર્કયૂલેશન વધી જાય છે. અને ગંદકી નીકળી જાય છે.
5. હેર ટૂલ્સનો ઉપયોગ:
જો તમે દરરોજ સ્ટ્રેટનર અથવા બ્લો ડ્રાયરનો ઉપયોગ કરો છો તો આ વસ્તુ બંધ કરી દો. હેર ટૂલ્સનો ઉપયોગ ક્યારેક કરવો ઠીક છે પરંતુ દરરોજ અથવા વારંવાર તેનો ઉપયોગ કરવો નુકસાનકારક છે. વાળ બેજાન, નાજુક, ડ્રાય થઈને તૂટવા લાગે છે. એટલા માટે બને ત્યાં સુધી કોઈ પણ હેર ટૂલ્સનો ઉપયોગ ટાળો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે