કારમાં કેમ હોય છે સનરૂફ? સાવ સસ્તામાં CNG અને Sunroof સાથે આ રહી ચાક્કાજામ ગાડીઓ
CNG Cars With Sunroof: કપલ્સ હોય કે ફેમીલી આજકાલ બધાને સનરૂફવાળી ગાડીમાં ફરવું હોય છે. પણ ભાવ વધારે હોય તો બીચારા શું કરે. પણ અહીં અમે તમારા માટે લઈને આવ્યાં છીએ સાવ સસ્તામાં સીએનજી અને સનરૂફ સાથે ઈન્ડિયાની ચાર ચાક્કાજામ ગાડીઓ...
Trending Photos
CNG Cars With Sunroof In India: હાલના સમયમાં સનરૂફવાળી કારની ભારે ડિમાન્ડ છે. એમ કહો કે આ ગાડીઓ હાલ ટ્રેન્ડિગમાં છે. દરેકની ઈચ્છા હોય છેકે, સનરૂફ વાળી જ કાર ખરીદે. પણ કિંમત વધારે હોવાને લીધે લોકો પાછા પડે છે. પણ અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ ઈન્ડિયન માર્કેટમાં ધૂમ મચાવી રહેલી એવી ચાર ગાડીઓ જે સાવ સસ્તામાં સનરૂફ પણ આપશે અને પેટ્રેલ-ડિઝલની ઝંઝટ નહીં, પણ CNG વેરિટન્ટમાં મળશે.
કારમાં કેમ હોય છે સનરૂફ?
વધુ કુદરતી પ્રકાશ માટે તમે સનરૂફનો ઉપયોગ કરી શકો છો. આ કારની અંદર વધુ કુદરતી પ્રકાશ લાવવામાં મદદ કરી શકે છે. જો તમારી કારમાં સનરૂફ છે, તો તમે તેની સાથે કારની અંદર વધુ કુદરતી પ્રકાશ મેળવી શકો છો, જ્યારે ફક્ત બારીના કાચ અંદર આટલો પ્રકાશ આવવા દેતા નથી. સનરૂફની મદદથી કારને ઝડપથી કૂલ કરી શકાય છે. જો તમારી કાર તડકામાં ઉભી હોય, તો થોડીવાર માટે સનરૂફ ખોલવાથી ઝડપથી કારની ગરમી બહાર નીકળી જાય છે કારણ કે તે કારની બરાબર ઉપર છે અને જ્યારે એસી ચાલુ કરવામાં આવે છે, ત્યારે ગરમ હવા ઉપરની તરફ જાય છે, તેથી તે કારમાંથી બહાર નીકળી જાય છે. કારમાં સનરૂફ રાખવાથી તમને મોકળાશનો અનુભવ થાય છે. આનાથી કારની કેબિન વધુ જગ્યા ધરાવતી લાગે છે. કારણ કે કેબિનમાં વધુ પ્રકાશ પ્રવેશે છે અને તમે સનરૂફ ગ્લાસ દ્વારા આકાશ પણ જોઈ શકો છો.
આ કારણોસર આપવામાં આવે છે Sunroof:
- કુદરતી પ્રકાશની અછત પુરતી કરે છે
- કારનું તાપમાન ઓછું રાખવામાં મદદ કરે
- કેબિનનું તાપમાન ખૂબ ઓછું રહે છે
- કારમાં ઓક્સિજનની કમી પૂર્ણ કરે છે
- સનરૂફ ગૂંગળામણ ઘટાડે છે
- ઓક્સિજનનો પૂરતો પુરવઠો જાળવી રાખે છે
ભૂલથી પણ ના કરો આવી ભૂલઃ
ઘણી વાર તમે બાળકો કે વડીલોને પણ ચાલતી કારના સનરૂફમાંથી બહાર નીકળતા અને મસ્તી કરતા જોયા હશે. આવું ન કરવું જોઈએ કારણ કે આમ કરવું જોખમી છે. બાળકો ગમે તેટલી જીદ કરે પણ તેમને સનરૂફની બહાર જવા ન દો. જો તમારે ઇમરજન્સી બ્રેક લગાવવાની હોય, તો સનરૂફમાંથી બહાર નીકળેલા બાળકને (અથવા વ્યક્તિ) ઈજા થઈ શકે છે, તેઓ કારમાંથી બહાર નીકળીને આગળની તરફ પડી શકે છે. આ જીવલેણ બની શકે છે. વૃક્ષની ડાળી આડી આવી જાય તો જીવને નુકસાન થઈ શકે છે.
CNG કારની રનિંગ કોસ્ટ એટલેકે, ખર્ચો પેટ્રોલ અને ડીઝલ કાર કરતાં ઘણો ઓછો હોય છે. પરંતુ, થોડા સમય પહેલા સુધી, કારના CNG વેરિઅન્ટમાં વધુ સુવિધાઓ આપવામાં આવતી ન હતી. સામાન્ય રીતે કંપનીઓ લોઅર વેરિઅન્ટમાં CNG કિટ ઓફર કરતી હતી. પરંતુ, હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. માઈલેજને ધ્યાનમાં રાખવાની સાથે કંપનીઓ ફીચર્સને પણ ધ્યાનમાં રાખે છે. માર્કેટમાં આવી ઘણી કાર છે, જે CNG કિટ વેરિઅન્ટમાં પણ સારા ફીચર્સ આપે છે. કેટલાકમાં સનરૂફ પણ આપવામાં આવી રહી છે. તાજેતરના સમયમાં, સનરૂફવાળી કારની માંગ ઘણી વધારે છે. તો ચાલો તમને આવી ચાર કાર વિશે જણાવીએ, જેના CNG વેરિએન્ટમાં સનરૂફ છે.
સાવ સસ્તામાં CNG સાથે Sunroof વાળી ચાર ચાક્કાજામ ગાડીઓઃ
1) Tata Punch CNG-
અલ્ટ્રોઝની જેમ પંચના સીએનજી વેરિઅન્ટમાં પણ સનરૂફ આપવામાં આવે છે. પંચ CNGની કિંમત રૂ. 7.23 લાખથી રૂ. 9.85 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે. સનરૂફ તેના સંપૂર્ણ Dazzle S CNG વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત રૂ. 9.85 લાખ છે. તેમાં 7-ઇંચની ટચસ્ક્રીન, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ઓટોમેટિક એસી, EBD સાથે ABS અને પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપ છે.
2) Tata Altroz CNG-
Tata Altroz એ પ્રીમિયમ હેચબેક છે. કંપનીએ તેનું CNG વર્ઝન મે 2023માં લોન્ચ કર્યું હતું. તે સિંગલ-પેન સનરૂફ સાથે આવે છે. Tata Altroz CNGની કિંમતની રેન્જ રૂ. 7.6 લાખથી રૂ. 10.65 લાખ (એક્સ-શોરૂમ) છે. તેમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ ચાર્જર, એર પ્યુરિફાયર અને ઓટોમેટિક એસી છે.
3) Hyundai Exter CNG-
Hyundai Exeter CNGમાં પણ સનરૂફ ઉપલબ્ધ છે. તેનું SX CNG વેરિઅન્ટ સિંગલ-પેન સનરૂફ સાથે આવે છે. આ વેરિઅન્ટની કિંમત 9.16 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આ CNG લાઇનઅપમાં ટોચનું વેરિઅન્ટ છે. તેમાં 8-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક એસી, 6 એરબેગ્સ અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવી સુવિધાઓ છે.
4) Maruti Brezza CNG-
મારુતિ બ્રેઝા CNGમાં પણ સનરૂફ ઉપલબ્ધ છે. તેનું બીજું ટોપ ZXi CNG વેરિઅન્ટ સિંગલ-પેન સનરૂફ સાથે આવે છે, જેની કિંમત 12.10 લાખ રૂપિયા છે. તેમાં વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે સાથે 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. આ SUVમાં ઓટોમેટિક AC અને 6-સ્પીકર ARKAMYS સાઉન્ડ સિસ્ટમ પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે