Nexon છોડો, ટાટાની આ સસ્તી કાર સામે Creta-Venue પણ નિષ્ફળ, કિંમત માત્ર 6 લાખ રૂપિયા

Tata Second Best Selling Car: શું તમે જાણો છો કે ટાટા મોટર્સની બીજી બેસ્ટ સેલિંગ કાર કઈ છે? આ કંપનીની સૌથી સસ્તી SUV છે. ફેબ્રુઆરી મહિનામાં આ કારે વેચાણના મામલે હ્યુન્ડાઈ ક્રેટા અને વેન્યુ જેવા વાહનોને પણ પાછળ છોડી દીધા છે.

 Nexon છોડો, ટાટાની આ સસ્તી કાર સામે Creta-Venue પણ નિષ્ફળ, કિંમત માત્ર 6 લાખ રૂપિયા

Tata Punch Micro SUV: ટાટા મોટર્સની (Tata Motors)કારને ભારતીય બજારમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. હાલમાં, Tata Nexon કંપનીની સૌથી વધુ વેચાતી કાર છે. લાંબા સમયથી દેશની સૌથી વધુ વેચાતી SUV પણ છે. જો કે, ફેબ્રુઆરીમાં મારુતિ બ્રેઝા (Maruti Brezza) દ્વારા તેને એક સ્તર નીચે ધકેલવામાં આવી હતી. ટાટા નેક્સન (Best Selling SUV)  વિશે તો દરેક જણ જાણે છે પરંતુ શું તમે જાણો છો કે ટાટા મોટર્સની બીજી સૌથી વધુ વેચાતી કાર કઈ છે? આ કંપનીની સૌથી સસ્તી SUV છે, જે તમને માત્ર 6 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતે શ્રેષ્ઠ ફીચર્સ આપે છે. ફેબ્રુઆરી મહિનામાં આ કારે વેચાણના મામલે હ્યુન્ડાઈ ક્રેટા અને વેન્યુ જેવા વાહનોને પણ પાછળ છોડી દીધા છે.

અમે જે કાર વિશે વાત કરી રહ્યા છીએ તે Tata Punch SUV છે. તે ફેબ્રુઆરી મહિનામાં દેશમાં 9મી સૌથી વધુ વેચાતી કાર રહી છે. આ જ સમયે, હ્યુન્ડાઇ ક્રેટા અને વેન્યુ તેનાથી એક સ્થાન નીચું છે. ગયા મહિને ટાટા પંચ માઇક્રો એસયુવીના 11,169 યુનિટ વેચાયા હતા. ગયા વર્ષના ફેબ્રુઆરીની સરખામણીમાં તેના વેચાણમાં 16 ટકાનો ઉછાળો આવ્યો હતો. તે જ સમયે, હ્યુન્ડાઈ ક્રેટાના 10,421 યુનિટ અને વેન્યુના 9,997 યુનિટ્સનું વેચાણ થયું હતું.

Tata Punchના ભાવ
ટાટા મોટર્સે હાલમાં જ આ SUVની કિંમતમાં 10,000 રૂપિયાનો વધારો કર્યો છે. આ માઇક્રો એસયુવીની કિંમત રૂ. 6 લાખથી શરૂ થાય છે અને રૂ. 9.47 લાખ (એક્સ-શોરૂમ દિલ્હી) સુધી જાય છે. તે ચાર ટ્રીમ્સમાં વેચાય છે: ટ્રિમ્સ, પ્યોર, એડવેન્ચર, એકમ્પ્લિશ્ડ અને ક્રિએટીવમાં વેચાય છે. જેમાં વધુમાં વધુ 5 લોકો બેસી શકશે. ટાટાની આ માઇક્રો એસયુવીમાં 366 લીટરની બૂટ સ્પેસ આપવામાં આવી છે.

ટાટા પંચની વિશેષતાઓ
ટાટા પંચના પિચર્સ લિસ્ટમાં 7-ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે, સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ, ઓટો એર કન્ડીશનીંગ, ઓટોમેટિક હેડલાઇટ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી અને ક્રુઝ કંટ્રોલનો સમાવેશ થાય છે. સલામતી માટે, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS, રિયર ડિફોગર, રિયર પાર્કિંગ સેન્સર્સ, રીઅર-વ્યૂ કેમેરા અને ISOFIX એન્કર આપવામાં આવ્યા છે. આ કાર Mahindra KUV100, Maruti Ignis, Nissan Magnite અને Renault Kiger સાથે સ્પર્ધા કરે છે.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news