Tata Nexon: નવી Tata Nexon અપડેટ્સ સાથે આવશે માર્કેટમાં, 2024માં થશે લોન્ચ

Tata Nexonની સપર્ધા હાલ Hyundai Creta સાથે છે. આ કારમાં એક ડીઝલ અને બે પેટ્રોલ એન્જિનનો વિકલ્પ છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 10.64 લાખ રૂપિયા છે.Tata Nexon એ સબકોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં ભારતની સૌથી વધુ વેચાતી કાર છે. આ કારને પહેલી વખત વર્ષ 2017માં લોન્ચ કરવામાં આવી હતી. 

Tata Nexon: નવી Tata Nexon અપડેટ્સ સાથે આવશે માર્કેટમાં, 2024માં થશે લોન્ચ

નવી દિલ્હીઃ વર્ષ 2020માં તેને છેલ્લે મિડ-લાઇફ અપડેટ આપવામાં આવ્યું હતું. હવે આ કારનું નવી જનરેશનનું મોડલ ટૂંક સમયમાં માર્કેટમાં આવવાનું છે. કંપનીએ આ કારનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. જેની પ્રથમ જાસૂસી તસવીરો તાજેતરમાં કેમેરામાં કેદ થઈ છે. જો કે આ કારના લોન્ચ વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કાર 2024માં લોન્ચ કરવામાં આવશે.  

કર્વ પ્રેરિત ડિઝાઇન મળશે  
ટાટાની કાર બજારમાં હ્યુન્ડાઈ ક્રેટાને ટક્કર આપે છે. 2024માં Tata Nexonને ફરીથી ડિઝાઇન કરેલ ફ્રન્ટ ગ્રિલ, તેની ઉપર એક નવો કનેક્ટેડ LED લાઇટ બાર, અપડેટેડ ફ્રન્ટ બમ્પર અને સેન્ટ્રલ એર ઇન્ટેક, પાછળના ભાગમાં ટેલલેમ્પ ક્લસ્ટર સાથે LED લાઇટ બાર મળશે. સબકોમ્પેક્ટ એસયુવીને નવા એલોય વ્હીલ્સ પણ મળી શકે છે. 

નવી ટચસ્ક્રીન મળશે 
નવા ટાટા નેક્સનની આંતરિક વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ SUVને નવી 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળી શકે છે જેમાં નવા સ્માર્ટફોન કનેક્ટિવિટી અને વૉઇસ કમાન્ડ ફંક્શન માટે સપોર્ટ મળે છે. આ કારમાં નવું ડિજિટલ ક્લસ્ટર પણ મળી શકે છે સાથે જ તેના ડેશબોર્ડ ડિઝાઇનમાં પણ ફેરફાર કરી શકાય છે.  

નવું ટર્બો-પેટ્રોલ એન્જિન મળશે
2024 Tata Nexonમાં નવું 1.2L ટર્બો પેટ્રોલ એન્જિન મળી શકે છે. આ એન્જિન મહત્તમ 125bhpનો પાવર અને 225Nmનો ટોર્ક જનરેટ કરશે. તેમજ તેમાં હાલના 1.5L ડીઝલ એન્જિનને જાળવી રાખવામાં આવશે. તે 110bhp પાવર મેળવે છે. તેમાં મેન્યુઅલ અને AMT બંને ગિયરબોક્સનો વિકલ્પ મળશે. 

આ કારમાં એક ડીઝલ અને બે પેટ્રોલ એન્જિનનો વિકલ્પ છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 10.64 લાખ રૂપિયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news