Spotify પર યુઝર્સને સર્ચ રિજલ્ટમાં મળ્યો Porn Videos, જાણો યુઝરે શું કર્યું હતું સર્ચ
Spotify Controversy: એક Reddit યુઝરે Spotify સર્ચનો સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં રેપર MIA માટે સર્ચમાં એક અશ્લીલ વીડિયો સજેશનમાં દેખાયો. સ્પોટિફાઈના પ્રવક્તાએ જણાવ્યું કે, આ સામગ્રી પ્લેટફોર્મની પોલિસીનું ઉલ્લંઘન કરવાને કારણે દૂર કરવામાં આવી છે.
Trending Photos
Spotify Controversy: સ્પોટિફાઈ હાલમાં વિવાદમાં જોવા મળી રહ્યું છે, જ્યારે કેટલાક યુઝર્સને સર્ચ રિજલ્ટ્સમાં એડલ્ટ કન્ટેન્ટ જોવા મળ્યું. ધ વર્જના રિપોર્ટ અનુસાર એક રેડિટ યુઝરે સ્પોટિફાઈ સર્ચનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં રેપર MIA માટે સર્ચમાં એક અશ્લીલ વીડિયો સજેશનમાં જોવા મળ્યો. સ્પોટિફાઈના પ્રવક્તાએ જણાવ્યું કે, આ સામગ્રી પ્લેટફોર્મની પોલિસીનું ઉલ્લંઘન કરવાને કારણે દૂર કરવામાં આવી છે.
કંપની તરફથી આવ્યો છે આ જવાબ
સ્પોટિફાઈની કન્ટેન્ટ મોડરેશન પોલિસી અનુસાર કોઈપણ કન્ટેન્ટ યૌન સામગ્રીથી સંબંધિત હોય તેને દૂર કરવામાં આવે છે. તાજેતરમાં રેડિટ પરની કેટલીક પોસ્ટ્સ "સર્ચ રિજલ્ટ્સમાં અશ્લીલ વીડિયો" અને "એક યુઝરના ડિસ્કવરી વીકલી પ્લેલિસ્ટમાં ઈરોટિક ઓડિયો ટ્રેક્સ"ના ઉદાહરણો શેર કરવામાં આવ્યા છે. 2022માં એક વાઇસ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 'સ્પોટાઇફ પર હાર્ડકોર સેક્સની તસવીરો અપલોડ કરવાનો પ્રયાસ કરનારા લોકોની સંખ્યા ચોંકાવનારી છે.'
એવા રિપોર્ટ પણ છે કે એપ્લિકેશનમાં યુઝર્સની પ્રોફાઇલમાં અશ્લીલ સામગ્રીને બ્લોક કરવાનો ઓપશન છે, પરંતુ આ ફિલ્ટર ચાલુ હોવા છતાં આવી સર્ચમાં કેટલાક કન્ટેન્ટ જોવા મળી જાય છે. સ્પોટિફાઈના નિયમો અનુસાર 'અશ્લીલતા અથવા યૌન સંતુષ્ટિના ઉદ્દેશ્ય માટે નગ્નતા અથવા જનનેન્દ્રિયનું નિરૂપણ કરવું' પ્રતિબંધિત છે.
2008માં કરવામાં આવી હતી લોન્ચ
2008માં લોન્ચ થયેલ સ્પોટિફાઈ આજે 100 મિલિયનથી વધુ ગીતો, 6 મિલિયન પોડકાસ્ટ અને 3.5 લાખ ઓડિયોબુક્સ સાથે વિશ્વનું સૌથી લોકપ્રિય ઓડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બની ગયું છે.
સ્પોટિફાઈ અનુસાર, '640 મિલિયન યુઝર્સ અને 252 મિલિયન પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સ સાથે 180 કરતા વધુ દેશોમાં સેવાઓ પ્રદાન કરે છે.' 2024ના ત્રીજા ક્વાર્ટરમાં (30 સપ્ટેમ્બર સુધી) સ્પોટિફાઈના પ્રીમિયમ યુઝર્સની સંખ્યા વધીને 252 મિલિયન થઈ ગઈ છે. જ્યારે માસિક એક્ટિવ યુઝર્સની કુલ સંખ્યા વાર્ષિક ધોરણે 11% વધીને 640 મિલિયન થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે