મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોન

Dangerous Android Apps: હાલમાં લોકોને છેતરવાનો એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. જેમાં માલવેરની મદદથી યૂઝર્સને ટાર્ગેટ કરવામાં આવે છે. આ માલવેર યૂઝર્સના બેંક એકાઉન્ટની માહિતી સ્કેમ કરનારા લોકો સુધી પહોંચાડી દે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે તેમાં માલવેલ યૂઝર્સના એકાઉન્ટ નંબર, લોગિન આઈડી સામેલ હોય છે. જેની મદદથી છેતરપિંડી કરનારા લોકો આપણું બેન્ક એકાઉન્ટ ખાલી કરી શકે છે.

મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોન

Dangerous Android Apps: હવે મોબાઈલ ફોન માત્ર વાત કરવા માટે જ નથી વપરાતા. લોકો ફોટો લેવાથી લઈને બેન્કિંગ સુવિધાઓનો પણ મોબાઈલથી જ ઉપયોગ કરતા હોય છે. પરંતુ જેમ જેમ ફોનનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે, તેવી જ રીતે તેનો ખતરો પણ વધતો જઈ રહ્યો છે. લોકો હવે સ્માર્ટ ફોનની મદદથી પેમેન્ટ પણ કરવા લાગ્યા છે. જેના કારણે આપણી બેંકની માહિતી ફોન પર સ્ટોર થવા લાગી છે. જેનો હેકર્સ ગમે ત્યારે ફાયદો ઉઠાવી શકે છે. 

આવા લોકો બને છે ટાર્ગેટઃ
હાલમાં લોકોને છેતરવાનો એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. જેમાં માલવેરની મદદથી યૂઝર્સને ટાર્ગેટ કરવામાં આવે છે. આ માલવેર યૂઝર્સના બેંક એકાઉન્ટની માહિતી સ્કેમ કરનારા લોકો સુધી પહોંચાડી દે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે તેમાં માલવેલ યૂઝર્સના એકાઉન્ટ નંબર, લોગિન આઈડી સામેલ હોય છે. જેની મદદથી છેતરપિંડી કરનારા લોકો આપણું બેન્ક એકાઉન્ટ ખાલી કરી શકે છે. ત્યારે આ માલવેરથી સાવચેત રહેવાની જરૂર છે. થોડા સમય પહેલા જ આવી 5 એન્ડ્રોઈડ એપ્સ વિશે રિપોર્ટ કરાયો હતો. આ એપ્સ ખુબ જ ખતરનાક છે અને યૂઝર્સના બેંક ખાતા ખાલી કરી શકે છે. 

આ 5 એપ્સ વાપરતા પહેલા સાવધાનઃ
જો તમે પણ આ એપ્સ  તમારા ફોનમાં ઈન્સ્ટોલ કરી છે, તો તરંત જ તે કાઢી નાંખજો. તમે પણ જાણી લો આ એપ્સ કઈ છે. File Manager Small, Lite, My Finances Tracker, Zetter Authentication, Codice Fiscale 2022 અને Recover Audio, Images & Videos. આ તમામ એપ્સમાં વાયરસ મળ્યા છે. ત્યારે જો તમે આ એપ્સ વાપરો છો તો તરત જ ડિલીટ કરી દેજો. આ એપ્સ તમારી બેંક ખાતાની માહિતી છેતરપિંડી કરનારા લોકો સુધી પહોંચાડી દે છે. જે તમારા બેંક એકાઉન્ટ ખાલી કરી દે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news