Smartphone Cover: ફોનને સેફ રાખવા તેના પર કવર લગાડો છો? તો જાણી લો આ કવર ફોનને કેટલા નુકસાન કરે છે તે પણ

Smartphone Cover: શું તમે જાણો છો કે કેટલાક મોબાઈલ ફોનના કવર ફોનને સેફ રાખવાને બદલે તેને વધારે ડેમેજ કરે છે? આજે તમને જણાવીએ કે ફોન પર કવર લગાડવાથી કેટલા નુકસાન થઈ શકે છે.

Smartphone Cover: ફોનને સેફ રાખવા તેના પર કવર લગાડો છો? તો જાણી લો આ કવર ફોનને કેટલા નુકસાન કરે છે તે પણ

Smartphone Cover: નવો સ્માર્ટફોન ખરીદવાની સાથે લોકો તેનું કવર પણ ખરીદી લેતા હોય છે. નવા ફોનમાં કવર રાખવાનું લોકો એટલા માટે પસંદ કરે છે કે ફોનની સ્ક્રીન અને બેક પેનલ ડેમેજ ન થાય અને તેના પર સ્કેચ ન પડે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક મોબાઈલ ફોનના કવર ફોનને સેફ રાખવાને બદલે તેને વધારે ડેમેજ કરે છે? આજે તમને જણાવીએ કે ફોન પર કવર લગાડવાથી કેટલા નુકસાન થાય છે. 

ફોન પર કવર લગાડવાથી થતા નુકસાન

- ફોન પર કવર લગાડો એટલે ફોન ચારે તરફથી પેક થઈ જાય છે જેના કારણે હવાનો પ્રવાહ ઓછો થઈ જાય છે અને ફોન વારંવાર ગરમ થવા લાગે છે. ફોન ગરમ થઇ જવાથી તેની બેટરી પણ ખરાબ થઈ જાય છે અને ઘણી વખત ફોન ચલાવવામાં પણ મુશ્કેલી પડે છે.

- બીજું નુકસાન એ છે કે ફોન પર કવર લગાડી દેવાથી ફોનની બેટરી માટે જરૂરી જગ્યા ઓછી થઈ જાય છે જેના કારણે બેટરી લાઈફ ઓછી થવા લાગે છે. કવરના કારણે ફોન વારંવાર ગરમ થાય તો તેનાથી બેટરી લાઈફ પણ ઓછી થઈ જાય છે.

- કેટલાક ફોન કવરમાં ફોનના ચાર્જિંગ પોર્ટ અથવા તો સ્પીકરની આસપાસ જગ્યા ઓછી હોય છે જેના કારણે ફોનને ચાર્જમાં કરવો અથવા તો કોલ માં વાત કરવી મુશ્કેલ થઈ જાય છે.

- કેટલાક ફોન કવર ફોનના બટન અને અન્ય ફીચર્સને કવર કરી દેતા હોય છે જેથી તમે તે બટન્સને ઓપરેટ કરી શકતા નથી. ઘણી વખત ફોનને ઓપરેટ કરવો પણ મુશ્કેલ થઈ જાય છે કારણ કે તેના પર રાખેલું કવર યોગ્ય હોતું નથી.

સૌથી મહત્વનું છે કે જો તમે એવું વિચારતા હોય કે ફોન પર કવર લગાડી દેવાથી ફોન પડશે તો પણ સેફ રહેશે તો તેવું જરા પણ નથી જો યોગ્ય કવર નહીં રાખો અને કવર ફીટીંગ બરાબર નહીં હોય તો કવર સાથે ફોન પડશે તો પણ તૂટી જ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news