Online Shopping: ઓનલાઈન શોપિંગ કરતી વખતે આ સિક્રેટ ટ્રીક્સ અપનાવશો તો અડધાથી પણ ઓછી કિંમતે થશે ખરીદી

Online Shopping: ઘણી વખત ઓનલાઇન શોપિંગ કરતી વખતે જોઈએ તેટલું ડિસ્કાઉન્ટ લોકોને મળતું નથી. જો તમારી સાથે પણ આવું થતું હોય તો આજે તમને ઓનલાઇન શોપિંગની કેટલીક સિક્રેટ ટ્રીક્સ જણાવી દઈએ. ઓનલાઇન શોપિંગ વખતે તમે આ ટિપ્સને ફોલો કરશો તો દર વખતે તમને જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળશે અને તમે ઘણા બધા પૈસા બચાવી શકશો.

Online Shopping: ઓનલાઈન શોપિંગ કરતી વખતે આ સિક્રેટ ટ્રીક્સ અપનાવશો તો અડધાથી પણ ઓછી કિંમતે થશે ખરીદી

Online Shopping:સમય અને પૈસાની બચત કરવા માટે મોટાભાગના લોકો હવે ઓનલાઇન શોપિંગ કરવાનું પસંદ કરે છે. ઓનલાઇન શોપિંગમાં તમને અલગ અલગ બ્રાન્ડની પ્રોડક્ટ ડિસ્કાઉન્ટ પ્રાઇઝમાં ખરીદવાની તક પણ મળે છે. સાથે જ તમે ખરીદેલી વસ્તુ ઘર બેઠા તમને મળી જાય છે અને તમને વસ્તુ બદલવાનો અને પરત કરવાનો ઓપ્શન પણ મળે છે. જોકે ઘણી વખત ઓનલાઇન શોપિંગ કરતી વખતે જોઈએ તેટલું ડિસ્કાઉન્ટ લોકોને મળતું નથી. જો તમારી સાથે પણ આવું થતું હોય તો આજે તમને ઓનલાઇન શોપિંગની કેટલીક સિક્રેટ ટ્રીક્સ જણાવી દઈએ. ઓનલાઇન શોપિંગ વખતે તમે આ ટિપ્સને ફોલો કરશો તો દર વખતે તમને જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળશે અને તમે ઘણા બધા પૈસા બચાવી શકશો.

ક્રેડિટ કાર્ડ

ઘણા લોકો ઓનલાઈન શોપિંગ કરે છે તો કેશ ઓન ડિલિવરી અથવા તો ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરે છે. પરંતુ જો તમે કેટલીક વસ્તુઓ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરીને ખરીદી કરો છો તો તમને તેના પર એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળે છે. અલગ અલગ ઓનલાઇન શોપિંગ વેબસાઈટ અલગ અલગ ક્રેડિટ કાર્ડ કંપની સાથે ટાઈ અપ કરે છે અને તેના ઉપયોગથી ખરીદી કરનાર વ્યક્તિને સારું એવું ડિસ્કાઉન્ટ આપે છે.

રજાઓ દરમિયાન ન કરો શોપિંગ

મોટાભાગના લોકો આ ભૂલ કરે છે જેના કારણે ડિસ્કાઉન્ટ મેળવી શકતા નથી. રજાના દિવસોમાં ઓનલાઇન શોપિંગ કરવા માટે સમય તો ઘણો મળે છે પરંતુ વિકેન્ડ પર વેબસાઈટ પર ક્રાઉડ વધારે હોય છે જેથી ડિસ્કાઉન્ટ ઓફર મળવાની સંભાવના ઓછી થઈ જાય છે. શનિ-રવિ દરમિયાન વેબસાઈટ પર ડિસ્કાઉન્ટ પણ ખૂબ જ ઓછું મળે છે. જો તમારે સારું એવું ડિસ્કાઉન્ટ મેળવવું હોય તો ખરીદી હંમેશા વીક ડેઝ પર કરો. વર્કિંગ દિવસોમાં ઓનલાઇન શોપિંગ કરવામાં ક્રાઉડ ઓછો હોય છે અને તમને ડિસ્કાઉન્ટ વધુ મળી શકે છે. 

ફેશન ઇન્ફ્લુએન્સરને કરો ફોલો

ઓનલાઇન શોપિંગ વેબસાઈટ ફેશન ઇન્ફ્લુએન્સર સાથે ટાઈપ કરતી હોય છે આ ફેશન ઇન્ફ્લુએન્સર કેટલીક પ્રોડક્ટનું પ્રમોશન પોતાના સોશિયલ મીડિયા પર કરે છે અને સાથે જ તેના કુપન કોડ્સ પણ આપે છે. જો તમે સોશિયલ મીડિયા પર આવા ફેશન ઇન્ફ્લુએન્સરને ફોલો કરી તેના કૂપન કોડ વડે પ્રોડક્ટની ખરીદી કરશો તો તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. 

ઇએમઆઇ

જો તમે ઓનલાઇન શોપિંગ દ્વારા કોઈ મોંઘી પ્રોડક્ટની ખરીદી કરો છો તો તમે ઇએમઆઇ ઓપ્શન પર વસ્તુ ખરીદી શકો છો. જો તમે કોઈ વસ્તુને ઇએમઆઇ પર ખરીદો છો તો તેના પર કંપની એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ અને કેશબેક પણ આપે છે. જો તમે કેશ પેમેન્ટ કરશો તો તમને આ ડિસ્કાઉન્ટ નહીં મળે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news