આ માર્કેટમાં 3થી 5 લાખમાં મળી જાય છે BMWથી લઈ Audi જેવી લક્ઝરી કાર, 365 દિવસ કરી શકો છો ખરીદી
Used Premium Cars: જો તમે પ્રીમિયમ કારને 3 થી 5 લાખ રૂપિયાની વચ્ચે ખરીદવા માંગો છો, તો આજે અમે તમને ખૂબ જ સારી સેકન્ડ હેન્ડ પ્રીમિયમ કાર માર્કેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Trending Photos
Used Premium Cars: ભારતમાં એવી ઘણા સ્થળો છે જ્યાં તમે 3 થી 5 લાખ રૂપિયાની રેન્જમાં પ્રીમિયમ બ્રાન્ડ જેવી કે, BMW, Audi, Mercedes-Benz જેવી લક્ઝરી કાર ખરીદી શકો છો. આ કાર સામાન્ય રીતે સેકન્ડ હેન્ડ હોય છે, પરંતુ સારી કન્ડીશનમાં અને વ્યાજબી કિંમત પર ઉપલબ્ધ હોય છે. આજે અમે તમને એવી જ માર્કેટ વિશે જણાવવા જઈ રહ્યા છે.
દિલ્હી NCR (કરોલ બાગ, મયૂર વિહાર)
દિલ્હીનું કરોલ બાગ સેકન્ડ હેન્ડ લક્ઝરી કાર માટે ખૂબ જ પ્રખ્યાત છે,
અહીં તમને બજેટ-ફ્રેન્ડલી લક્ઝરી કારની મોટી રેન્જ મળશે.
આ શોપ 365 દિવસ ખુલ્લી રહે છે, અહીં અનેક ડિલર્સ છે જે દરરોજ ઉપલબ્ધ રહે છે.
મુંબઈ (લોકલ સેકન્ડ હેન્ડ માર્કેટ)
મુંબઈમાં લોઅર પરેલ અને અંધેરીમાં ઘણી પ્રીમિયમ સેકન્ડ હેડ કાર ડિલર્સ છે.
કારની કન્ડીશન અને સર્વિસ હિસ્ટ્રી વિશે વિગતવાર માહિતી ઉપલબ્ધ હોય છે.
બેંગ્લોર (જયા નગર અને વ્હાઇટફિલ્ડ)
બેંગ્લોરમાં લક્ઝરી કારનું સેકન્ડ હેન્ડ માર્કેટ ઝડપથી વધી રહ્યું છે.
અહીં તકનીકી જાણકાર માટે ખૂબ જ સારો વિકલ્પ હોય છે. જે કારના પર્ફોર્મન્સને સમજવા માંગતા છે.
હૈદરાબાદ (બંજારા હિલ્સ)
અહીં ઘણી કાર ડીલરશિપ છે જે લક્ઝરી કાર સસ્તા ભાવમાં વેચે છે.
ખાસ કરીને મોટી સંખ્યામાં જૂના મોડલ ઉપલબ્ધ રહે છે.
ચેન્નાઈ (અન્ના સલાઈ અને અડયાર)
અહીંની સેકન્ડ હેન્ડ કાર ડીલરશીપ વિશ્વાસપાત્ર અને પ્રમાણિત હોય છે.
બજેટમાં BMW, Audi જેવી કાર ઉપલબ્ધ છે.
ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
સર્વિસ રેકોર્ડ ચેક કરો: ખાતરી કરો કે કારની મેન્ટેનેન્સ હિસ્ટ્રી સારી છે.
આરસી અને દસ્તાવેજો: તમામ કાનૂની દસ્તાવેજો સંપૂર્ણ અને સાચા હોવા જોઈએ.
મૂલ્યાંકન: કારની કન્ડીશનના આધારે મોલભાવ કરો.
મિકેનિકલની મદદ લોઃ કાર ખરીદતા પહેલા કોઈ એક્સપર્ટની પાસે ચેપ કરાવો.
જો તમે થોડું રિસર્ચ અને સાવધાનીથી કામ કરો તો તમે 3-5 લાખ રૂપિયાના બજેટમાં એક શાનદાર લક્ઝરી કાર ખરીદી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે