Google પર IRCTC નો કસ્ટમર કેર નંબર સર્ચ કરવો પડ્યો ભારે, 10 મિનિટમાં ખેલ પડી ગયો

Cyber Fraud: Google પર બેંક અથવા કોઈપણ કંપની સાથે સંકળાયેલા 'કસ્ટમર કેર'ના નંબરને સર્ચ કરવાનું ટાળો કારણ કે ગૂગલના સર્ચ એન્જિનમાં ટોચની લિંક પર દેખાતા નંબરો સાયબર ઠગના પણ હોઈ શકે છે.

Google પર IRCTC નો કસ્ટમર કેર નંબર સર્ચ કરવો પડ્યો ભારે, 10 મિનિટમાં ખેલ પડી ગયો

Cyber Crime News: સાયબર છેતરપિંડી કરનારા લોકો અવનવી રીતે લોકોને પોતાનો શિકાર બનાવતા રહે છે. એટલા માટે ઈન્ટરનેટ પર કંઈપણ સર્ચ કરતા પહેલાં સાવધાન રહેવાની જરૂર છે. ખાસ કરીને જ્યારે તમારે Google પર કસ્ટમર કેર નંબર અથવા હેલ્પલાઇન નંબર સંબંધિત માહિતી સર્ચ કરવાની હોય, તો ખાસ કાળજી લેવાની જરૂર છે. નોઈડાની એક યુવતી આવી છેતરપિંડીનો શિકાર બની છે, જેના કારણે તેના ખાતામાંથી 10 મિનિટમાં 5 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા, જ્યારે 3 લાખ રૂપિયાની પર્સનલ લોન પણ પાંચ મિનિટમાં પાસ થઈ ગઈ હતી.

નોઈડાના રહેવાસી જાનુકિશનના કહેવા પ્રમાણે, તેણે દિલ્હી આવવા માટે ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી, પરંતુ ટ્રેન મોડી પડી હતી જેના કારણે તેણે ટિકિટ કેન્સલ કરી હતી. તેમના કહેવા પ્રમાણે, ટિકિટ કેન્સલ કર્યા પછી, રિફંડ મેળવવા માટે તેણે Google પરથી IRCTC ના કસ્ટમર કેરનો નંબર લીધો. પરંતુ આ નંબર નકલી હતો.

જ્યારે જાનુકિશને તે નંબર પર ફોન કર્યો ત્યારે તેને સામા છેડેથી જવાબ મળ્યો કે તેનો કોલ રિફંડ ટીમને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. જ્યાંથી કહેવામાં આવે છે કે તેમને એક લિંક પર જઈને ફરિયાદ નોંધાવવાની રહેશે.

લિંક પર ક્લિક કરતાની સાથે જ એપ ઇન્સ્ટોલ થઈ ગઈ
જાનુકિશના કહેવા પ્રમાણે, તે લિંક પર ક્લિક કરતાં જ મોબાઈલમાં એક એપ ઈન્સ્ટોલ થઈ ગઈ, જેના કારણે આખો મોબાઈલ હેક થઈ ગયો. તેણે કહ્યું, 'તે પછી હું મારા નેટ બેંકિંગમાં ગઈ અને મારા એકાઉન્ટમાં લોગિન કરવા માટે મારો મોબાઈલ નંબર નાખ્યો. મારી પાસે જે OTP આવી રહ્યા હતા તે પણ હેકરને દેખાતા હતા.

જાનુકિશન કહે છે કે તેના ખાતામાંથી  5 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા છે, જ્યારે 3 લાખ રૂપિયાની પર્સનલ લોન લેવામાં આવી છે. તેણે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.

ગૂગલ પર હેલ્પલાઇન નંબર સર્ચ કરશો નહીં
Google પર બેંક અથવા કોઈપણ કંપની સાથે સંકળાયેલા 'કસ્ટમર કેર'ના નંબરને સર્ચ કરવાનું ટાળો, કારણ કે ગૂગલના સર્ચ એન્જિનમાં ટોચની લિંક પર દેખાતા નંબરો સાયબર ઠગના પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે તે નંબરને ચેક કર્યા વિના સીધા ડાયલ કરો છો, તો સમજી લો કે તમે સાયબર છેતરપિંડીનો શિકાર બની શકો છો. હકીકતમાં, હેલ્પલાઇન નંબર શોધવા માટે લોકો Google પર સર્ચ કરવાનો સૌથી સરળ રસ્તો માને છે. તેથી જ સાયબર ઠગની નજર આ પર ગઈ અને છેતરપિંડી કરવાની નવી પદ્ધતિ શોધાઈ.

જ્યારે પણ તમે Google સર્ચ પર બેંક, કંપનીની હેલ્પલાઈન અથવા કસ્ટમર કેર નંબર સર્ચ કરો તો તેને સારી રીતે ચેક કરો. તમે જે કંપની અથવા બેંકનો હેલ્પલાઈન નંબર સર્ચ કરવા માંગો છો તેની વેબસાઈટ પર સીધા જ જવું વધુ સારું છે. જો તમને બેંક સંબંધિત માહિતી માંગતો કોલ આવે છે, તો આવી વિગતો શેર કરશો નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news