સેમસંગે આર્મી માટે બનાવ્યો ખાસ સ્માર્ટફોન, જાણો ખાસિયત


 સેમસંગે પોતાના પોપ્યુલર સ્માર્ટફોન ગેલેક્સી એસ20  (Samsung Galaxy S20)નું એક ખાસ વર્ઝન રજૂ કર્યું છે. આ વર્ઝનને ખાસ કરીને અમેરિકન આર્મી માટે તૈયાર કર્યો છે. 
 

સેમસંગે આર્મી માટે બનાવ્યો ખાસ સ્માર્ટફોન, જાણો ખાસિયત

નવી દિલ્હીઃ સેમસંગે પોતાના પોપ્યુલર સ્માર્ટફોન ગેલેક્સી એસ20  (Samsung Galaxy S20)નું એક ખાસ વર્ઝન રજૂ કર્યું છે. આ વર્ઝનને ખાસ કરીને અમેરિકન આર્મી માટે તૈયાર કર્યો છે. કંપનીએ તેને Galaxy S20 Tactical Edition નામ આપ્યું છે. ફોનમાં ઘણા ફીચર એવા આપવામાં આવ્યા છે તેને ફીલ્ડમાં કામ કરનાર સૈનિક મુશ્કેલથી મુશ્કેલ સ્થિતિમાં ઉપયોગ કરી શકે. 

કંપનીનું કહેવું છે કે ગેલેક્સી એસ20 ટેક્નિકલ એડિશનમાં હાઈલી-કસ્ટમાઇઝ્ડ સોફ્ટવેર આપવામાં આવ્યા છે. આ ફોનમાં આપવામાં આવેલા ફીચરને તે રીતે તૈયાર કરવામાં આવ્યા છે જે ઓપરેટરને જટિલ વિસ્તારમાં નેવિગેટ કરવા અને કમાન્ડ યૂનિટ સાથે સંપર્ક કરવામાં મદદ કરે છે. 

ફોનના સ્પેસિફિકેશન્સ
ફોનમાં6.2 ઇંચની ડાયનામિક એમોલેડ QHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120Hz નો છે. ફોનમાં ક્વોલકોમ સ્નૈપડ્રેગન 865 પ્રોસેસર, 12 જીબીની રેમ, 128 જીપીનું ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોનમાં ટ્રિપલ રિયલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. રિયલ કેમેરામાં 12 મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ, 64 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ એંગલ લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે તેમાં 10 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળે છે. ફોનમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે, જે વાયર અને વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 

TikTok પર વીડિયો બનાવતી વખતે ભૂલથી પણ ન કરે આ ભૂલ, થઇ શકે છે કાર્યવાહી

કસ્ટમ સોફ્ટવેરની વાત કરીએ તો તેમાં  ATAK, APASS, KILSWITCH, અને BATDOK જેવા મલ્ટીપલ મિશન એપ્લિકેશનનો સપોર્ટ મળે છે. આ સિવાય ફોનમાં આપવામાં આવેલા  Samsung Dex સોફ્ટવેર દ્વારા ફોનને મોનિટરથી કનેક્ટ કરી શકો છો અને મિશન રિપોર્ટ, ટ્રેનિંગ અને મિશન પ્લાનને કંમ્લીટ કરી શકો છો. 

ફોનમાં છે નાઇટ-વિઝન મોડ
આ ફોનમાં નાઇટ-વિઝન મોડ આપવામાં આવ્યો છે, જે યૂઝરને નાઇટ વિઝન આઈવિયર પહેરવા પર ડિસ્પ્લેને ઓન કે ઓફ કરવાની સુવિધા આપે છે. તેમાં એક સ્ટેલ્થ મોડ પણ આપવામાં આવ્યો છે, જે ફોનના  LTE ને ડિસેબલ કરી તમામ રેડિયો ફ્રેકવન્સી બ્રોડકાસ્ટિંગને મ્યૂટ કરી દે છે. સેમસંગે ફોનને તે રીતે ડિઝાઇન કર્યો છે કે છાતી પર લગાવવાથી તે અનલોક રહે છે. ફોનનું વેચાણ ત્રીજા ક્વાર્ટરમાં થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news